Western Times News

Gujarati News

થાઈલેન્ડમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

નકલી બાબાના આશ્રમમાંથી પોલીસને કુલ ૧૧ મૃતદેહો મળી આવ્યા, પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી

બાબા ભક્તોને પીવડાવતો હતો પેશાબ અને કફ

નવી દિલ્હી,ધર્મના નામે ઢોંગ કરનારા લીડરો અને તેમની વિચિત્ર હરકતો વિશે આપણે બધાએ ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ થાઈલેન્ડમાં જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે ચોંકાવનારો છે. થાઈલેન્ડ પોલીસે આવા જ એક નકલી બાબાની ચૈયાફુમ પ્રાંતમાંથી ધરપકડ કરી છે, જે પોતાનો સંપ્રદાય ચલાવતો હતો. જેઓ તેમાં માનતા હતા તેઓને તે માત્ર પેશાબ જ આપતા ન હતા, પરંતુ તેમને કફ અને મળ ખાવા માટે પણ કહેતા હતા. અહેવાલ મુજબ બાબાની ઓળખ ૭૫ વર્ષીય થવી નાનરા તરીકે થઈ છે.

નકલી બાબાના આશ્રમમાંથી પોલીસને કુલ ૧૧ મૃતદેહો પણ મળી આવ્યા છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે. જે વ્યક્તિએ તેમને આ ઘૃણાસ્પદ બાબા વિશે જણાવ્યું હતું, તેની માતાને બાબા અને તેના અનુયાયીઓ દ્વારા આશ્રમમાં બંધક બનાવવામાં આવી રહ્યા છે અને તેમને ઘરે જવાની પરવાનગી નથી આપી રહ્યાં. થવી નાનારાનો આ કહેવાતો આશ્રમ જંગલની અંદર છાવણી બનાવીને ચાલતો હતો. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, ઢોંગી બાબા તેમના અનુયાયીઓને પેશાબ પીવડાવતા હતા અને તેમને મળ ખાવા માટે કહેતા હતા. ધ નેશન રિપોર્ટ જણાવે છે કે થવી નાનરાએ પોતાને તમામ ધર્મોના પિતા હોવાનો દાવો કર્યો હતો.

ઢોંગી નાનારાની અનુયાયી બનેલી ૮૦ વર્ષીય મહિલાની પુત્રીએ પુષ્ટિ કરી છે કે તે તેના અનુયાયીઓને પેશાબ પીવા માટે કહેતો હતો અને તેઓ કફ અને મળ પણ ખાતા હતા. આ લોકોનું માનવું હતું કે આનાથી તેમને કોઈ શારીરિક સમસ્યા નથી થતી અને તેઓ બીમારીઓથી દૂર રહે છે. પ્રાંતીય ગવર્નર ક્રાઈશોર્ન કોંગચલાડના જણાવ્યા અનુસાર, આ મામલો માત્ર અંધશ્રદ્ધા નથી, કારણ કે અહીં ૧૧ મૃતદેહો પણ મળી આવ્યા છે. આ મૃતદેહો નાનારાના અનુયાયીઓનું જ કહેવાય છે.

આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને એજન્સીઓ તેનાથી સંબંધિત માહિતી એકઠી કરી રહી છે. ધ બેંગકોક પોસ્ટના અહેવાલ મુજબ, આમાંથી માત્ર ૫ મૃતદેહોને મૃત્યુ પ્રમાણપત્ર મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આશ્રમમાંથી કુલ ૧૧ મૃતદેહો મળી આવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, આશ્રમ પર દરોડો ત્યારે પાડવામાં આવ્યો જ્યારે અહીં ગેરકાયદે જમીન પર કબજાે અને કોવિડ નિયમોના ઉલ્લંઘનની માહિતી આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.