Western Times News

Gujarati News

વસો એગ્રીકલ્ચર કોલેજમાં ભણતી યુવતી એ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાતા ચકચાર

ખેડા જિલ્લના વસો પંથકમાં આવેલી એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી બાયડ તાલુકાની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમા ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે.

આ સમગ્ર મામલે વસો પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના જંત્રાલ કમ્પા ગામે રહેતી 21 વર્ષિય મેઘા વસંતભાઇ પટેલ ખેડા જિલ્લાના વસો-પીજ રોડ ઉપર આવેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. મેઘા પોતે અહીંયા હોસ્ટેલમાં રહી પોતાનો અભ્યાસ કરી રહી હતી.

અહીંયા આવેલી હોસ્ટેલમાં ગતરોજ સાંજના કોઈ પણ સમય પહેલા તેણીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડ દુપટ્ટો ભેરવી મેઘાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ વસો પોલીસને કરવામાં આવતા વસો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી વધુ સીઆરપીસી 174 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સુધી આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી અને કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી તેમ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.