Western Times News

Latest News from Gujarat

શિક્ષક ના મકાનમાં થી 95000 ની મતા ચોરાઈ

વડાલીમાં એક શિક્ષકના બંધ મકાનમાંથી 95 હજારની મત્તાની ચોરી થતાં વડાલી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ છે. મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામના રહીશ શિક્ષક બાબુભાઈ આર. ચૌધરી વડાલીમાં દૂધની ડેરી પાસે રહે છે. તેઓ સ્કુલ માં વેકેશન પડવાથી ૭-૫-૨૨ ના રોજ તેમના કુટુંબમાં લગ્નમાં હાજરી આપવા માટે વડાલી ખાતે ના ઘેર તાળું મારી ને કોદરામ ગામે  ગયેલા.

તે પછી તારીખ ૧૨-૫-૨૨ ના રોજ તેમના વડાલીના પડોશી બાબુભાઈ પટેલે તેમની ફોન કરીને જાણ કરેલ કે તમારા મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો હોય ચોરી થયેલ જણાય છે. ઘર નકુચો તુટેલ છે.

અને સર સામાન વેરવિખેર હાલતમાં પડેલ છે. એવું જણાવતા બાબુભાઈ ચૌધરી વડાલી આવી ઘરમાં તપાસ કરતો તિજોરીના દરવાજાનું લોક તોડી સોનાનુ બિસ્કિટ નંગ 1, દોરો, કાને પહેરવાની કડીઓ, બુટીયો, ઝુમ્મર ટોપ, છોડો, તથા રોકડ રૂપિયા પાંચ હજારની મળી કુલ પંચાણું હજારની ચોરી થતાં તેમણે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon