Western Times News

Latest News from Gujarat India

L&T ટેકનોલોજીએ PDEU અને IIT-ગાંધીનગર સાથે જોડાણની જાહેરાત કરી

ગાંધીનગર, અગ્રણી એન્જિનીયરિંગ સર્વિસ પ્રોવાઇડર એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ (એલટીટીએસ)એ સસ્ટેઇનેબિલિટી સોલ્યુશન્સના સહવિકાસ માટે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ) સાથે જોડાણની જાહેરાત કરી હતી.

પીડીઇયુ સાથે જોડાણમાં સેન્ટર ઓફ એક્સલન્સ (સીઓઇ) વિકસાવવામાં આવશે, જે સ્વચ્છ અને સસ્ટેઇનેબ્લ એનર્જી (પર્યાવરણને અનુકૂળ ઊર્જા)ની વ્યવસ્થાને મજબૂત કરવા ઇનોવેશનને પ્રાથમિકતા આપવા ભાર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત આ સેન્ટર હાઇડ્રોજનના ઉત્પાદન, કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા, ઊર્જાના સંગ્રહ અને પમ્પ્ડ સ્ટોરેજમાં સંશોધન અને વિકાસ (આરએન્ડડી) કરશે.

Amit Chadha, CEO & MD, LTTS (right) along with Prof. Amit Prashant, Officiating Director, IIT Gandhinagar (left)

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ પ્રોફેસર એસ એસ મનોહરને કહ્યું હતું કે, “ટૂંકા ગાળાના પર્યાવરણલક્ષી સમાધાનો ઊર્જાની વર્તમાન જરૂરિયાતો પૂર્ણ કરશે, જેની સાથે પર્યાવરણને અનુકૂળ ઊર્જા તરફ અગ્રેસર થવા લાંબા ગાળાના લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

આ સંબંધમાં ઉદ્યોગ-શિક્ષણજગત વચ્ચે જોડાણ ટેકનોલોજી અને નવીનતા દ્વારા પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો માર્ગ મોકળો કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ઇઆરએન્ડડી સેવાઓમાં એલટીટીએસ જેવી અગ્રણી કંપની સાથે આ જોડાણ જીવનની પર્યાવરણને અનુકૂળ રીતની સ્વીકાર્યતાને વેગ આપવામાં મોટું પગલું છે, જે પર્યાવરણને અનુકૂળ અને ઊર્જાદક્ષ દુનિયા ઊભી કરવા તરફ દોરી જશે.”

પીડીઇયુ સાથે જોડાણ પર એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ચઢાએ કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓ અને કંપનીઓ ઊર્જાના ચાવીરૂપ સમાધાનો પ્રદાન કરવા ભારતમાં સ્વચ્છ ઊર્જાની ટેકનોલોજીમાં નવીનતા તરફ આગેકૂચ કરવા ખભેખભો મિલાવીને કામ કરશે.

એલટીટીએસમાં અમે પર્યાવરણને અનુકૂળ આરએન્ડડી કામગીરીને પ્રોત્સાહન આપવા તથા વધારે સ્માર્ટ ઉત્પાદનો અને સમાધાનો વિકસાવવા ઇનોવેટર્સને સક્ષમ બનાવવા કટિબદ્ધ છીએ, જે સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ અને સમૃદ્ધ દેશ માટેનો માર્ગ મોકળો કરશે. આ સંબંધમાં અમે આ સેગમેન્ટમાં ટોચની યુનિવર્સિટીઓ પૈકીની એક પીડીઇયુ જેવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સાથે જોડાણને આવકારીએ છીએ.”

એલટીટીએસએ એઆઈ અને મિકેટ્રોનિક્સમાં અદ્યતન સમાધાનોને વિકસાવવા, પ્રોત્સાહન આપવા અને પ્રદાન કરવા આઇઆઇટી-ગાંધીનગર સાથે કામ કરવાની યોજના પણ જાહેર કરી છે. સીઇઓ અમિત ચઢાના નેતૃત્વમાં કંપનીનાં એક પ્રતિનિધિમંડળે શનિવારે સંસ્થાઓના સંકુલોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન જોડાણમાં પ્રયોગશાળાઓ સ્થાપિત કરવા, જોડાણમાં પ્રોજેક્ટ વિકસાવવા, ઇન્ટર્નશિપ અને અન્ય વ્યવસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને જોડવાની યોજના પર ચર્ચા થઈ હતી. ઉપરાંત સ્માર્ટ ઉત્પાદન, રોબોટિક્સ, બાયો-મિકેટ્રોનિક્સ તથા એઆઈ અને મિકેટ્રોનિક્સના સંપૂર્ણ સંબંધમાં ‘ઇન્ટેલિજન્ટ’ ઉત્પાદનો અને વ્યવસ્થાઓ પર વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવાની પણ ચર્ચાવિચારણા થઈ હતી.

એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત ચઢાએ કહ્યું હતું કે, “એન્જિનીયરિંગ, મિકેટ્રોનિક્સ અને રોબોટિક્સમાં એઆઈની આંતરશાખાનો વિકાસ ઝડપતી બદલાતી દુનિયામાં એલટીટીએસ અને અમારા આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ માટે મોટી તક રજૂ કરે છે.

તમામ એન્જિનીયરિંગ વેલ્યુ ચેઇનમાં અમારો આ ક્ષેત્રમાં બહોળો અનુભવ અને એકથી વધારે વર્ટિકલમાં કુશળતા કામગીરી વધારી શકાય એવા ભવિષ્યનું નિર્માણ કરવા માટે ચાવીરૂપ છે. મારું માનવું છે કે, આઇઆઇટી-ગાંધીનગર જેવી ટોચની વૈજ્ઞાનિક સંસ્થા સાથે ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચે આ સૂચિત જોડાણ આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનને પ્રોત્સાહન આપશે અને ડિજિટલ રીતે કુશળ વર્કફોર્સ ઊભી કરવામાં ચાવીરૂપ બનશે.”

આઇઆઇટી ગાંધીનગરના ઓફિશિયેટિંગ ડિરેક્ટર પ્રોફેસર અમિત પ્રશાંતે કહ્યું હતું કે, “એઆઈ, મિકેટ્રોનિક્સ અને રોબોટિક્સના સંવર્ધિત અવકાશ અને પ્રસ્તુતતાનો વિચાર કરીને અમે આઇઆઇટીજીએન ક્ષેત્રમાં અદ્યતન સંશોધન ધરાવે છે તથા એઆઈ ઇકોસિસ્ટમમાં વિકાસ માટે પ્રદાન કરે છે.

આ સંબંધમાં એલટીટીએસ જેવી કંપની સાથે ચર્ચાની શરૂઆત જાણકારી અને વ્યવહારિક તાલીમ સાથે કુશળ પ્રતિભાનું સર્જન કરવાની દિશામાં એક પગલું બની રહેશે તથા એનાથી પ્રસ્તુત ટેકનોલોજીઓ પર કામ કરવાની તક સાથે શૈક્ષણિક સંસ્થાને લાભ થશે.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers