Western Times News

Latest News from Gujarat India

ગુજરાત ગેસ દ્વારા CNG-PNGના ભાવમાં વધારો

અમદાવાદ, ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ. 2.60નો વધારો કરવામાં આવ્યો છે જેથી જૂનો ભાવ રૂ. 79.56 હતો તે હવે વધીને 82.16 થઈ ગયો છે. જ્યારે PNGના ભાવમાં રૂ. 3.91નો વધારો કરવામાં આવતા તેની કિંમત રૂ. 44.14થી વધીને 48.50 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવવધારો ગુપચૂપ રીતે 10મી તારીખથી અમલમાં આવે તે રીતે લાગુ કરી દેવામાં આવ્યો છે.

ભાવવધારાના કારણે રાજ્યમાં અદાણી ગેસ અને ગુજરાત ગેસના CNGના ભાવ સરખા થઈ ગયા છે.

અત્યાર સુધી વાહન ચાલકો ગુજરાત ગેસનો સસ્તો CNG ભરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બંને કંપનીના ભાવ સરખાં થઈ જતાં લોકો કોઈ વિશેષ લાભ નહીં લઈ શકે.

વર્ષ 2018થી અત્યાર સુધીમાં ગુજરાત ગેસ દ્વારા CNGની કિંમતોમાં કુલ 29.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers