Western Times News

Gujarati News

ટ્રમ્પે યુરોપની ૭.૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી

વોશિંગ્ટન, અમેરિકાએ યુરોપિયન યુનિયનની ૭.૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી છે. યુરોપિયન યુનિયને પણ ડયુટી વધારવાની ધમકી આપી છે. અમેરિકાએ એરબસ, ફ્રેન્ચ વાઇન અને સ્કોટિશ વ્હીસ્કીને નિશાન બનાવ્યા છે.
યુરોપિયન યુનિયન અને અમોરિકાના અધિકારીઓ વચ્ચે મંત્રણા નિષ્ફળ જતાં ગઇકાલ મધરાતથી ડયુટીના નવા દરો અમલમાં આવી ગયા છે. ટ્રમ્પના આ નિર્ણયને કારણે એરબસના વિમાનોની કીંમત અમેરિકામાં દસ ટકા વધી જશે. ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની વાઇન પર ડયુટી વાધારીને ૨૫ ટકા કરી દેવામાં આવી છે.

અમેરિકાના આ નિર્ણય અંગે ફ્રાન્સના ઇકોનોમી પ્રાધાન બુ્રનો લી મેરીએ ચેતવણી આપી છે કે આ નિર્ણયના ગંભીર પરિણામો જોવા મળશે. અમેરિકાના ટ્રેઝરી પ્રાધાન સ્ટીવન મ્નુચીન સાૃથેની બેઠક પછી બુ્રનો લી મેરીએ જણાવ્યું હતું કે યુરોપ અમેરિકાને વળતો જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના આ નિર્ણયની આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ ઘણી પ્રતિકૂળ અસરો જોવા મળશે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)ની વાર્ષિક બેઠક પછી ફ્રાન્સના ઇકોનોમી પ્રાધાન બુ્રનો લી મેરી અને અમેરિકાના ટ્રેઝરી પ્રાધાન સ્ટીવન મ્નુચીન વચ્ચે મુલાકાત થઇ હતી. બુ્રનો લી મેરી સ્ટીવન મ્નુચીન પછી યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ રોબર્ટ લાઇાથાઇઝરને મળ્યા હતાં. બુ્રનો લીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ જ્યારે મંદીમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આપણે જવાબદારી છે કે આપણે આવા કોઇ પણ પ્રકારના સંઘર્ષને ટાળવો જોઇએ. ટ્રમ્પે નવેમ્બરની મધ્યમાં ફરીથી યુરોપિયન વસ્તુઓ પર ડયુટી વધારવાની ધમકી આપી છે. જો ટ્રમ્પ ફરીથી ડયુટી વધારશે તો તેની સૌથી વધુ અસર જર્મનીના ઓટોમોબાઇલ સેક્ટર પર પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.