Western Times News

Latest News from Gujarat India

નિશાંત ભટ્ટ ખતરોં કે ખિલાડી ૧૨ના કન્ફર્મ કન્ટેસ્ટન્ટ

મુંબઈ, કેટલાક વર્ષોથી લોકોને રિયાલિટી શો જાેવાનો ચસ્કો લાગ્યો છે. જેમાં બિગ બોસ અને ખતરોં કે ખેલાડી વ્યૂઅર્સની પહેલી પસંદ છે. થોડા દિવસો પહેલા નવા રિયાલિટી શો લોક અપનો પણ ફિનાલે યોજાયો હતો. ત્યારે કલર્સ ટીવી પર પ્રસારિત થતો એડવેન્ચર્સ ટીવી રિયાલિટી શો ખતરોં કે ખિલાડી ૧૨ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

બોલિવૂડ ફિલ્મ મેકર રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો ‘ખતરોં કે ખિલાડી ૧૨’ને નિર્માતાઓ આ વખતે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આયોજિત કરવા જઈ રહ્યા છે. જ્યાં આ ગેમ શોમાં ભાગ લેવા માટે ઘણા મજબૂત સ્પર્ધકો આવવાના છે.

અહેવાલો અનુસાર, આ વખતે શિવાંગી જાેશી, મુનવ્વર ફારૂકી, પવિત્રા પુનિયા, રૂબીના દિલૈક, પ્રતિક સહજપાલ, સૃતિ ઝા જેવા મજબૂત ટીવી સ્ટાર્સ આ શોમાં જાેવા મળશે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, શોના આગામી કન્ફર્મ કન્ટેસ્ટન્ટનું નામ સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ખતરોં કે ખિલાડી ૧૨માં નિશાંત ભટ્ટની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. નિશાંત ભટ્ટે આ ન્યુઝને કન્ફર્મ કર્યા છે. જેઓ બિગ બોસ ૧૫નો ભાગ રહી ચુક્યા છે અને ટોપ ૫માં પહોંચ્યા હતા. હવે નિશાંત ભટ્ટ ખતરોં કે ખિલાડી ૧૨માં ભાગ લેનાર આગામી સ્પર્ધક બની ગયો છે.

આ અંગે વાત કરતાં નિશાંત ભટ્ટે કહ્યું, ‘જ્યારે પણ હું કોઈપણ કમ્પિટિશનમાં ભાગ લેતો હોઉં છું, ત્યારે હું હંમેશા મજબૂત કમ્પિટિશન આપવા ઈચ્છું છું. તેમજ હું ક્યારેય હાર ન માનવાની નીતિને અનુસરું છું. બિગ બોસ ૧૫ પછી મને લાગે છે કે ખતરોં કે ખિલાડી મારા માટે આગળનું મોટું પગલું છે અને આ વખતે મેં મારી જાતને યુદ્ધના મેદાનમાં વધુ લાંબો સમય ટકી રહેવા માટે તૈયાર કરી છે.

સ્ટંટ અને મારા ૩-૫ સાથે મારા ડરને મનોરંજનમાં બદલવાનો પ્રયાસ કરીશ. આ સાથે હું મારા ડરમાંથી બહાર આવવા માટે મારું શ્રેષ્ઠ આપીશ. હું રોહિત સરના માર્ગદર્શન હેઠળ આ નવા ક્ષેત્રમાં મારી જાતને હજી વધુ શોધવાનો પ્રયત્ન કરીશ. તમને જણાવી દઈએ કે આ શો ટૂંક સમયમાં કલર્સ ટીવી પર પ્રસારિત થવા જઈ રહ્યો છે. જેને મેકર્સ પહેલા કરતા વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરશે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers