Western Times News

Gujarati News

ભરૂચનું ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય બનતાં નેત્રંગ તાલુકામાં ભૂમાફિયા બેફામ બન્યા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં માટી,રેતી,ખનીજચોરો બેફામ બન્યા હોય તેમ વારંવાર બુમો ઉઠતી રહી છે.છતાં રાજકીય પીઠબળ ધરાવતા માટી ખનીજ ચોરો સરકારના કાયદાઓની ઐસીતૈસી કરી સરકારને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે.પણ નિષ્ઠુર બનેલ ભરૂચ ખાણ ખનીજ વિભાગ અને સરકારને જાણે ખનીજ ચોરો આડકતરી રીતે ફાયદો કરાવી આપતાં હોય તેમ તેમની પર રહેમનજર રાખતાં માટી ખનીજ ચોરો જણાવી રહ્યા છે કે હિંમત હોય તો બંધ કરી બતાવો.ત્યારે તંત્ર આવા માટી ખનીજ ચોરોના પડકારને કેમ સ્વીકારતા નથી તેવી લોકચર્ચાઓએ જાેર પકડ્યું છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સ્થાનિક નેતાગિરીની સાઠગાંઠ થી બેરોકટોક ખુલ્લેઆમ ગરીબ આદિવાસીઓને લોભ લાલચ આપી તેમની જમીનો માંથી બેફામ માટી ખનન કરી ઈંટો બનાવી મોટો નફો રડી રહ્યાં છે.પરવાના વિના એક સ્થળેથી બીજા સ્થળે માટી વેચી સરકારી રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી હોવના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં કરા મેરા,કોંઢ અને બાદ આમોદ તાલુકાના સરભાણ અને વાતરસા ખાતે તંત્રએ ભૂમાફિયાઓ વિરૂદ્ધ પગલાં ભર્યા છે.ત્યારે હવે નેત્રંગ તાલુકામાં ચાલતા ગેરકાયદે ખનન વિરૂદ્ધ કાર્યવાહી થાઈ એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

નેત્રંગ તાલુકામાં નેત્રંગ થી રાજપારડી રોડ,નેત્રંગથી કોચબાર રોડ,ચાસવડથી નાના જાબુંડા રોડ,ફુલવાડી થી પાટીખેડા રોડ ઉપર ખેતી હેતુની જમીનમાં સરકારી પરવાના વિના ગેરકાયદેસર રીતે માટીના ભઠ્ઠા બેરોકટોક ધમધમી રહ્યા છે.

જ્યારે બેફામ બનેલા ખનીજ ચોરો સરકારી રોયલ્ટીની ચોરી કરી સરકારી તિજાેરીને ભારે નુકશાન પોચાડવાનું કામ કરી રહ્યા હોય તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો જ કાયદા વ્યવસ્થા જળવાશે નહિ તો કાયદાના લીરેલીરા ઉડે તો નવાઈ નહિ.

ત્યારે વહેલામાં વહેલીતકે ભરૂચ ખાણ ખનીજ વિભાગ સહિતના સરકારી વિભાગો સ્થળ ઉપર રેડ કરી માટી અને ખનીજ ચોરોને ઝડપી તેઓ સામે સખ્ત કાર્યવાહી કરી દંડ કરાવશે કે નહીં તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.