Western Times News

Latest News from Gujarat India

નવી ફિનસર્વની NCD દ્વારા ₹ 600 કરોડનું ફંડ ઊભું કરવાની યોજના

⦁ ₹ 300 કરોડની બેઝ ઇશ્યૂ સાઇઝ સાથે ₹ 300 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શ જાળવી રાખવાનો વિકલ્પ, કુલ ₹ 600 કરોડનો ઇશ્યૂ

⦁ પ્રસ્તાવિત એનસીડીને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા IND A/ સ્ટેબ્લ રેટિંગ મળ્યું છે

બેંગાલુરુ, નવી ટેકનોલોજીસ લિમિટેડ (નવી)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નવી ફિનસર્વ લિમિટેડ (એનએફએસ)એ આજે સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ અને રીડિમેબલ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (એનસીડી)ના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી હતી, જે ₹300 કરોડના બેઝ ઇશ્યૂ સાથે ₹ 600 કરોડનો છે

તેમજ વધુ ₹300 કરોડના ઓવર સબસ્ક્રિપ્શનને જાળવી રાખવાનો વિકલ્પ ધરાવે છે. આ ઇશ્યૂ 23 મે, 2022ના સોમવારે ખુલશે અને 10 જૂન, 2022ને શુક્રવારે બંધ થશે, જેમાં વહેલાસર બંધ થવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે.

પ્રસ્તાવિત એનસીડી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા A (સ્ટેબ્લ) રેટિંગ ધરાવે છે. આ રેટિંગ નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવાની પર્યાપ્ત ક્ષમતાનું પ્રતીક છે. આ પ્રકારના માધ્યમો ધિરાણનું ઓછું જોખમ ધરાવે છે.

રોકાણકારોને 9.80 ટકા* સુધી અસરકારક વળતર અને ₹10,000ની લઘુતમ એપ્લિકેશન સાઇઝ સાથે 18 મહિના અને 27 મહિનાની મુદ્દત માટે વિવિધ સીરિઝ અંતર્ગત સુરક્ષિત એનસીડીમાં સહભાગી થવાની તક મળી છે.

એનસીડી ઇશ્યૂ વિશે એનએફએસના મેનેજિંગ ડિરેક્ટર અંકિત અગ્રવાલે કહ્યું હતું કે, “આગામી એનસીડી ઇશ્યૂનો ઉદ્દેશ આગળ જતાં ધિરાણ કરવાનો અને ધિરાણના ઉદ્દેશો માટે ફંડ ઊભું કરવાનો છે. એનાથી અમારી ધિરાણની પ્રોફાઇલમાં વિવિધતા આવશે અને અમારો પોર્ટફોલિયોમાં સંસ્થાગત પાર્ટનર્સના બહોળા આધાર સાથે રિટેલ રોકાણકારો વધશે. આ A (સ્ટેબ્લ) રેટિંગ, એપ્લિકેશનની ઓછી સાઇઝ અને 9.80 ટકા* સુધી અસરકારક વળતર સાથે સુરક્ષિત માધ્યમ છે.

એનએફએસના ચેરમેન અને સીઇઓ સચિન બંસલે ઉમેર્યું હતું કેઃ “નવીમાં અમારું મિશન સરળ, વાજબી અને સુલભ નાણાકીય ઉત્પાદનો પ્રદાન કરવાનું છે. મારું માનવું છે કે, અમારી ગ્રાહકકેન્દ્રિત અને ટેકનોલોજીને પ્રાધાન્ય આપવાનો અભિગમ તેમજ અમારી મજબૂત વીમાકરણ અને કલેક્શનની ક્ષમતાઓ નવી ફિનસર્વના પ્રથમ પબ્લિક ડેટ ઇશ્યૂનું મૂલ્ય વધારશે.”

એનએફએસ “નવી” બ્રાન્ડ અંતર્ગત પર્સનલ લોન્સ અને હોમ લોન્સ ઓફર કરે છે તથા અમે તમામ ભારતીય પિનકોડમાં 84 ટકાથી વધારેમાં ગ્રાહકોને પર્સનલ લોન આપી છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 11,895.72 મિલિયન હતી અને સુવિધાજનક રીતે 2.1 ગણો ડેટ ટૂ ઇક્વિટી રેશિયો જાળવી રાખ્યો હતો.

એનએફએસએ એસેટની મજબૂત ગુણવત્તા જાળવી રાખી છે, જે એની ચોખ્ખી એનપીએ 0.08 ટકા (31 ડિસેમ્બર, 2021 સુધી)માં પ્રતિબિંબિત થાય છે, જેને 96.63 ટકાની કલેક્શનની કાર્યદક્ષતા (1 એપ્રિલ, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધી પર્સનલ લોન્સના વિતરણ માટે)નો ટેકો છે. 31 માર્ચ, 2022ના રોજ સ્વતંત્ર ધોરણે એની બાકી નીકળતું ઋણ ₹27,749.76 મિલિયન હતું, જે એનસીડી, સબ-ડેટ, ટર્મ લોન, માર્કેટ લિન્ક્ડ ડિબેન્ચર્સ, કમર્શિયલ પેપર્સ અને PTCs જેવા સીક્યોરિટાઇઝેશન માધ્યમોમાંમાં વિવિધ પ્રકારના માધ્યમોમાં છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers