Western Times News

Latest News from Gujarat India

એમેઝોને લોકલ સ્ટોર્સને ડિજિટલ દુકાનમાં તબદીલ કરવા સ્માર્ટ કોમર્સ લોંચ કર્યું

બેંગાલુરુ, એમેઝોન ઇન્ડિયાએ તેની વાર્ષિક ફ્લેગશીપ સમીટ એમેઝોન સમભાવમાં સ્માર્ટ કોમર્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નવી પહેલ લોકલ સ્ટોર્સને ડિજિટલ દુકાનમાં પરિવર્તિત કરશે તથા વર્ષ 2025 સુધીમાં 1 કરોડ નાના વ્યવસાયોને ડિજિટલાઇઝ કરવાના તેના સંકલ્પને વેગ આપશે. 1.5 લાખથી વધુ નેબરહૂડ સ્ટોર્સ પહેલેથી જ Amazon.in નો ઉપયોગ કરીને ઓનલાઇન વેચાણ કરે છે. Amazon launches Smart Commerce to transform local stores into digital dukaans

સ્માર્ટ કોમર્સ સાથે સ્ટોર્સ હવે વધુ આગળ વધીને તેમની ઓફલાઇન કામગીરીને ડિજિટાઇઝ કરી શકે છે, તેમના વોક-ઇન ગ્રાહકોને વધુ સારો ઇન-સ્ટોર શોપિંગ અનુભવ પ્રદાન કરી શકે છે તેમજ ગ્રાહકોની સીધી સેવા આપવા તેમનો પોતાનો સ્ટોરફ્રન્ટ્સ તૈયાર કરી શકે છે.

કોઇપણ કદના સ્ટોર્સ હવે એમેઝોનના શોપિંગ ઇનોવેશન, લોજીસ્ટિક્સ, ડિજિટલ પેમેન્ટ્સ વગેરેનો લાભ લઇને તેમના ગ્રાહકોને વિશ્વસનીય અનુભવ પ્રદાન કરી શકે છે, ભલે તે ફિઝિકલ સ્ટોર, તેમના પોતાના ઓનલાઇન સ્ટોરફ્રન્ટ હોય કે પછી Amazon.in હોય.

આગામી સપ્તાહોમાં સ્માર્ટ કોમર્સ લોકલ સ્ટોર્સને ડિજિટાઇઝ બિલિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તથા તેમના ગ્રાહકોને વધુ સારો ઇન-સ્ટોર અનુભવ ડિલિવર કરવામાં મદદરૂપ બનવા તેના સોલ્યુશનનો પ્રથમ સેટ રિલિઝ કરશે. ત્યારબાદ તેની ક્ષમતાઓ દ્વારા થોડી જ મીનીટમાં તેઓ પોતાનો ઓનલાઇન સ્ટોરફ્રન્ટ બનાવી શકશે તેમજ સરળ વોઇસ અને ચેટ-આધારિત શોપિંગ અનુભવ દ્વારા તેમના ગ્રાહકોને સેવા પ્રદાન કરી શકશે.

એમેઝોનના ઇન્ડિયા એન્ડ ઇમર્જિંગ માર્કેટ્સના એસવીપી અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમને જોતાં ખુશી થાય છે કે કેવી રીતે દેશભરના નેબરહૂડ સ્ટોર્સ ઓનલાઇન થવા અને તેમના બિઝનેસની વૃદ્ધિ માટે એમેઝોન પ્રોગ્રામ ઉપર અમારી લોકલ શોપ્સનો લાભ લઇ રહ્યાં છે.

તેના લોંચના બે વર્ષમાં ઉપર 1.5 લાખથી વધુ સ્ટોર્સ પહેલેથી જ Amazon.in ઉપર વેચાણ કરી રહ્યાં છે. આજે અમે સ્માર્ટ કોમર્સ લોંચ કરતાં ઉત્સાહિત છીએ, જે કોઇપણ સ્ટોરને ખરા અર્થમાં ડિજિટલ દુકાન બનવા માટે સક્ષમ કરશે તથા ફિઝિકલ સ્ટોર, તેમના પોતાના ઓનલાઇન સ્ટોરફ્રન્ટ અથવા Amazon.in દ્વારા વેચાણ કેમ ન કરતાં હોય, તેઓ ગ્રાહકોને ઉત્તમ સેવાઓ પ્રદાન કરી શકશે. અમે શરૂઆત જ કરી છે અને વર્ષ 2025 સુધીમાં 1 કરોડ નાના બિઝનેસને ડિજિટાઇઝ કરવાની કટીબદ્ધતા ધરાવીએ છીએ.

એમેઝોન સમભાવ 2020માં જાહેર કરાયેલી કટીબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એમેઝોન અગ્રેસર
જાન્યુઆરી 2020માં સમભાવ સમીટના ઉદ્ઘાટનમાં એમેઝોને વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી કુલ 10 અબજ ડોલરની નિકાસો તથા 2 મિલિયન રોજગાર સર્જનની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

કંપની આ કટીબદ્ધતાને પૂર્ણ કરવા તથા તેનાથી આગળ વધવાની દિશામાં અગ્રેસર છે. તાજેતરમાં એમેઝોને સમાન સમયગાળામાં કુલ નિકાસોની તેની કટીબદ્ધતા 10 અબજ ડોલરથી વધારીને 20 અબજ ડોલર કરી છે.

એમેઝોન ઇન્ડિયાના ઇન્ડિયા કન્ઝ્યુમર બિઝનેસના કન્ટ્રી મેનેજર મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં અમે વર્ષ 2020માં સમભાવ સમીટના ઉદ્ઘાટનમાં વ્યક્ત કરેલી કટીબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે નોંધપાત્ર રોકાણ કર્યું છે. અમને જણાવતાં ખુશી છે કે અમે 4 મિલિયનથી વધુ નાના બિઝનેસ અને લોકલ સ્ટોર્સને ડિજિટાઇઝ કર્યાં છે

તેમજ કુલ 5 અબજ ડોલરની નિકાસો સક્ષમ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. અમે ભારતમાં 1.16 મિલિયન પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનું સર્જન કર્યું છે, જેમાં ગત વર્ષે 1,35,000 નવી નોકરીઓ ઉમેરાઇ હતી.

એમેઝોન સમભાવ 2022 વિશે-એમેઝોન સમભાવ 2022 બે-દિવસીય વર્ચ્યુઅલ મેગા સમીટ છે, જે વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી, વરિષ્ઠ એમેઝોન લીડર્સને એક મંચ ઉપર લાવીને ભારતની ડિજિટલ પ્રગતિને વેગ આપવા વિસ્તૃત ચર્ચા કરે છે.

એમેઝોન સમભાવ 2022 રિટેઇલ, લોજીસ્ટિક્સ, આઇટી એન્ડ ક્લાઉડ, એઆઇ અને મશીન લર્નિંગ, કન્ટેન્ટ ક્રિએશન, સ્ટાર્ટ-અપ્સ વગેરે જેવાં ક્ષેત્રોની પ્રગતિ થીમને પ્રોત્સાહન આપશે તથા સર્વાંગી આર્થિક વૃદ્ધિ, ટેક ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સશક્તિકરણ જેવાં ક્ષેત્રોની પ્રગતિ માટે ચર્ચાને બળ આપશે.

એમેઝોન સમભાવ સમીટની મુખ્ય હાઇલાઇટ્સમાં વાર્ષિક એમેઝોન સમભાવ એવોર્ડ્સ સામેલ છે, જે બિઝનેસિસ, ઇનોવેટર્સ અને વ્યક્તિઓ કે જેમણે પોતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તથા આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપ્યું છે, તેમને સન્માનિત કરાશે.

ગત વર્ષના વિજેતાઓમાં ઇમ્બ્રોસ ઓવરસીઝ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, બોલ્ડફીટ અને જોશ ટોક સામેલ છે. એમેઝોન સમભાવ 2022માં એક લાખથી વધઉ લોકો સામેલ થવાની અપેક્ષા છે કે જેઓ 30થી વધુ વક્તાઓ પાસેથી બેસ્ટ પ્રેક્ટિસ અને ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડની જાણકારી પ્રાપ્ત કરશે. વધુ જાણકારી માટે જૂઓ – amazon.in/smbhav

Copyright © All rights reserved. | Developed by Aneri Developers