Western Times News

Gujarati News

વારંવાર લાઈટ જવાની સમસ્યા વચ્ચે સોલર પાવર ઉપકરણોની માગમાં વધારો થયો

સોલર ફેન્સ માટે ટિયર 1 શહેરોમાં સૌથી વધુ માંગ હૈદરાબાદની રહી છે, જે બાદ અમદાવાદ અને બેંગાલુરુ છે. રાજકોટ, નાગપુર, મૈસુર, લખનઉ અને જયપુર ટોચના 5 શહેરો છે કે જ્યાંથી મહત્તમ માગ નોંધાઇ છે.

મુંબઇ, ભારત ઉર્જાના વૈકલ્પિક સ્રોતો પેદા કરવા તથા કોલ ઉપરની નિર્ભરતા ઘટાડવા તરફ ધ્યાન આપી રહ્યું છે ત્યારે દેશભરમાં દિલ્હી, બેંગાલુરુ અને પૂણે જેવાં શહેરોમાં સોલર પેનલ અને ગિઝર્સની માગમાં વધારો થઇ રહ્યો છે, તેમ જસ્ટ ડાયલ કન્ઝ્યુમરના તાજેતરના અહેવાલમાં જણાયું છે.  Rise in adoption of green energy as demand surges for solar power equipment amidst frequent power outages’

ભારતના પ્રથમ ક્રમના લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલ ઉપર સોલર ઉપકરણોની માગમાં એપ્રિલ 2022માં વાર્ષિક ધોરણે 14 ટકાની વૃદ્ધિ થઇ છે. આ સમયગાળામાં ટિયર 1 શહેરોમાં માગ 13 ટકા તથા ટિયર 2 શહેરોમાં માગ 11 ટકા વધી છે.

સૌથી વધુ સર્ચ કરાયેલા બે સોલર ઉપકરણોમાં સોલર પેનલ અને ગિઝર્સ સામેલ છે, જ્યારે કે સોલર લાઇટ્સ, ઇન્વર્ટર્સ અને ફેન્સ દેશભરમાં ટોચની પાંચ સૌથી વધુ સર્ચ કરાયેલી સોલર પ્રોડક્ટ્સ પૈકીની છે. દેશમાં દિલ્હી, બેંગાલુરુ અને પૂણે સોલર ઉર્જા અપનાવવાના સંદર્ભમાં ટોચના ત્રણ શહેરો છે.

સર્ચ ટ્રેન્ડ્સ અંગે પ્રતિક્રિયા આપતાં જસ્ટ ડાયલના સીએમઓ પ્રસુન કુમારે કહ્યું હતું કે, “દેશભરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતોની માગમાં વધારાને અનુરૂપ જસ્ટ ડાયલે સોલર પાવર ઇક્વિપમેન્ટ માર્કેટને ઓનલાઇન એકીકૃત કર્યું છે, જે ઉદ્યોગના અંદાજ મૂજબ આગામી બે વર્ષમાં 6.3 અબજ ડોલરના સ્તરે પહોંચશે.

અમે સોલર પાવર ઇન્ડસ્ટ્રીમાં વિવિધ શ્રેણીમાં સમૃદ્ધ ડેટાને પ્લેટફોર્મ ઉપર સાંકળ્યાં છે તથા તે જસ્ટ ડાયલ ઉપર સર્ચમાં વધારામાં પ્રતિબિંબિત થાય છે. દેશભરના પરિવારો ધીમે-ધીમે ગ્રીન ઉર્જા સ્રોતો તરફ વળી રહ્યાં છે ત્યારે સોલર ઉપકરણોમાં સોલર પેનલની માગ સૌથી વધુ રહી છે.”

દિલ્હી, પૂણે અને મુંબઇ ટોચના ટિયર 1 શહેરો છે કે જેમાંથી સોલર પેનલની સૌથી વધુ માગ જોવા મળી છે. દિલ્હીની માગમાં 39 ટકાનો ઉછાળો આવ્યો છે, પરંતુ ટિયર 1 શહેરોમાં સર્ચમાં મહત્તમ વધારો કોલકત્તામાં (45 ટકા) થયો છે. ટિયર 2 શહેરોમાં લખનઉ, જયપુર, સુરત, વડોદરા અને ચંદીગઢમાં સૌથી વધુ વધારો થયો છે, જેમણે સોલર પેનલની માગમાં 19 ટકાની વૃદ્ધિ જોઇ છે.

સોલર ગિયર માટે ટિયર 1 શહેરોમાં માગમાં બેંગાલુરુનું યોગદાન 45 ટકા રહ્યું છે. પૂણે અને હૈદરાબાદ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે હતાં. એપ્રિલ 2022માં હૈદરાબાદમાં સૌથી વધુ 43 ટકાની માગ નોંધાઇ છે. ટિયર 2 શહેરોમાં નાશિક, મૈસુર, કોલ્હાપુર, કોઇમ્બતુર અને બેલગામ જેવાં ટોચના 5 શહેરોમાંથી સૌથી વધુ માગ જોવા મળી છે.

સોલર લાઇટ્સની માગમાં બેંગાલુરુ ટોચ ઉપર છે, જે બાદ ટિયર 1 શહેરોમાં દિલ્હી અને મુંબઇ બીજા અને ત્રીજા ક્રમે છે, જ્યાં એપ્રિલ 2022માં માગ 11 ટકા વધી છે. સોલર લાઇટ્સની માગ ટિયર 2 શહેરોમાં 10 ટકા વધી છે, જેમાં પટણા, જયપુર, કોઇમ્બતુર, ચંદીગઢ અને મૈસુરની માગ વધુ છે.

દિલ્હી, ચેન્નઇ અને હૈદરાબાદમાં સોલર ઇન્વર્ટર્સની માગ મહત્તમ રહી છે કારણકે ટિયર 1 શહેરોમાં માગ 17 ટકા વધી છે. જોકે, સોલર ઇન્વર્ટર્સની માગ બેંગાલુરુમાં 44 ટકા વધી છે. ટિયર 2 શહેરોમાં માગ 35 ટકા વધી છે, જેમાં જયપુર, લખનઉ અને ચંદીગઢમાંથી સૌથી વધુ સર્ચ જોવા મળ્યાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.