Western Times News

Latest News from Gujarat India

India vs SA T20 Series: વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાના હેડ કોચ

નવી દિલ્હી, આઈપીએલ 2022 બાદ ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે પોતાના ઘરે 5 મેચની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 9 મે થી 19 જૂન સુધી ટી20 સિરીઝ રમવામાં આવશે. વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામે ઘરેલૂ ટી20 સિરીઝ અને આયર્લેન્ડ સામે ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ બનાવવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાને 26 જૂનથી 28 જૂન સુધી આયર્લેન્ડ સામે બે મેચની ટી20 સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા નિયમિત કોચ રાહુલ દ્રવિડ 15 એટલે 16 જૂને સીનિયર ખેલાડીઓ વાળી ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ શકે છે. ટીમ ઈન્ડિયા 1 ટેસ્ટ, 3 વન ડે અને 3 ટી 20 મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ, રાહુલ દ્રવિડ 15 કે 16 જૂને ભારતીય ટીમની સાથે બ્રિટન પ્રવાસ માટે રવાના થશે. આ સિવાય બોર્ડ વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામે ઘરેલૂ ટી20 સિરીઝ અને આયર્લેન્ડ સામે ટી20 સિરીઝ માટે કોચ તરીકે જોડાવાનુ કહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers