મુખ્ય આરોપી ઈંદ્રાણી મુખર્જીના જામીન મંજૂર

નવી દિલ્હી, શીના બોરા હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વનો ર્નિણય સામે આવ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી ઈંદ્રાણી મુખર્જીને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, તેઓ પહેલા જ ૬.૫ વર્ષથી જેલમાં હતાં. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની બેન્ચે આ ર્નિણય સંભળાવ્યો છે.
મુંબઈ પોલીસે ૨૫ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ પુત્રી શીનાની હત્યાના આરોપમાં મુખર્જીની ધરપકડ કરી હતી.
કોર્ટે કહ્યું કે, ઈંદ્રાણી મુખર્જી ૬.૫ વર્ષથી કસ્ટડીમાં છે. અમે કેસના મેરિટ્સ પર કોઈ ટિપ્પણી નથી રહ્યા. ભલે ફરિયાદ પક્ષ તરફથી ૫૦% સાક્ષીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હોય પરંતુ આ કેસ જલ્દી પૂર્ણ નહીં થશે. તેમને જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,
પીટર મુખર્જી પર લાગુ શરતો ઈંદ્રાણી પર પણ લાગુ કરવામાં આવશે.
સીબીઆઈનો કેસ એ છે કે, મુખર્જીએ પૂર્વ પતિ સંજીવ ખન્ના, હાલના પતિ પીટર મુખર્જી અને ડ્રાઈવર શ્યામવર રાયની મદદથી બોરાની હત્યા કરી દીધી હતી.
બોમ્બે હાઈકોર્ટે નવેમ્બર ૨૦૨૧માં મુખર્જીની જામીન અરજીને બરતરફ કરી દીધી હતી ત્યારબાદ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. મુખર્જી તરફથી કોર્ટમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી પહોંચ્યા હતા અને સીબીઆઈ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ રજૂઆત કરી હતી.ss2kp