Western Times News

Gujarati News

AC અને સ્માર્ટરૂમ જેવી સુવિધાઓ સાથે બન્યું ગુજરાતનું અદભુત વાંચનાલય

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર  દ્વારા નિર્મિત ગ્રંથ મંદિર અમદાવાદ ખાતે વાંચનાલયનું લોકાર્પણ કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

૧૦૦ જેટલા વાચકો એકસાથે વાંચન કરી શકે તેવું અદ્યતન ફર્નિચર, વોશરૂમ, સિક્યુરિટી જેવી અદ્યતન વ્યવસ્થાથી સજ્જ વાતાનુકુલીન વાંચનાલય ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ સંબોધન આપતા જણાવ્યું હતું કે, પુસ્તક એ સાચો મિત્ર છે અને પુસ્તક એ આપણી જરૂરિયાત છે જીવનની કારકીર્દી બનાવવામાં પુસ્તક હર હંમેશ ઉપયોગી નીવડે છે. Education Minister Jitubhai Waghani inaugurating the library at Granth Mandir Ahmedabad built by Gujarat State School Textbook Board Gandhinagar

મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો તેમજ અન્ય વાંચક વર્ગ શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન કરી શકે તેવા હેતુથી સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા આ અદભુત વાંચનાલય ની સ્થાપના કરવામાં આવી છે. જેનો લાભ ગુજરાતનો દરેક વિદ્યાર્થી અને અન્ય વાચકવર્ગ પણ કરે તે અંગે મંત્રીશ્રીએ લોકોને આહ્વાન કર્યું હતું.

સર્વાંગી સમાજનો વિકાસ થાય તે હેતુથી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિક્ષણક્ષેત્રે અથાક પ્રયત્નો કરી રહ્યા છે જેનું પરિણામ આપી સૌ નિહાળી રહ્યા છીએ તેમ તેઓએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે. વાંચનાલય માં જોડાવા ઉત્સુક અંદાજીત ૫૦૦ ઉમેદવારો એ મંડળના નિયત ફોર્મ સાથે અરજી કરેલ તે પૈકીના અંદાજીત ૧૦૦ જેટલા વાચકો એકસાથે વાંચન કરી શકે તેવું અદ્યતન ફર્નિચર, વોશરૂમ, સિક્યુરિટી જેવી અદ્યતન વ્યવસ્થાથી સજ્જ વાતાનુકુલીન વાંચનાલય ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વાંચનાલય માં વાંચકોને નજીવા દરે વાંચનની સવલત પૂરી પાડવામાં આવનાર છે જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની વાત છે.

ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે વાંચનાલય માં વિદ્યાર્થીઓને એક જગ્યાએથી તમામ પ્રાપ્ત થઈ જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને પુસ્તકો શોધવામાં અગવડ ન પડે.

અંતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘ગ્રંથમંદિર’ માંથી વિદ્યાર્થી અને શાળાઓ તેમજ વિક્રેતાઓને પાઠ્યપુસ્તકો સરળતાથી સુલભ બને તથા વાંચનાલયના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો જીવન ઉજ્જવળ બને તેવી અપેક્ષા સાથે તેઓએ તમામ વિદ્યાર્થીઓ અને વાંચકવર્ગને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાતના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, અમદાવાદના પૂર્વ મેયર શ્રી ગૌતમભાઈ શાહ, અને ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.