Western Times News

Gujarati News

મારવાડી યુનિવર્સિટીએ નેશનલ ચેમ્પિયન્સને પ્રોત્સાહન આપવા મજબૂત સ્પોર્ટ્સ માળખા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું

તાજેતરમાં સમાપ્ત થયેલાં ખેલ મહાકુંભ 2022માં મારવાડી યુનિવર્સિટી (એમયુ)ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. બીસીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થી રાબિયા બસથિયાએ 100 મીટર એથલેટિક્સ અને લોંગ જમ્પમાં સિલ્વર તેમજ કરાટેમાં અલગ-અલગ વેઇટ કેટેગરીમાં રૂચિતા સાગઠિયા અને સૃષ્ટિ મહેતાએ ગોલ્ડ જીત્યો છે.

મારવાડી યુનિવર્સિટીની વોલીબોલ ટીમે પણ ગોલ્ડ જીત્યો છે. તાજેતરમાં રમત-ગમત ક્ષેત્રે બીજી સિદ્ધિઓમાં સેરેબ્રલ પાલ્સીનો સામનો કરતાં યુનિવર્સિટીના એમબીએ ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થી જીગર ઠક્કરે ઉદેપુરમાં 21મી નેશનલ પેરા-સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો છે.

એકેડેમિક્સ, પ્લેસમેન્ટ્સ, રિસર્ચ અને ઇનોવેશનમાં ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ સ્થાપિત કરવા ઉપરાંત મારવાડી યુનિવર્સિટી વિવિધ રમત-ગમત કેટેગરીમાં ભાવિ એથલિટ્સને પ્રોત્સાહન આપવા માટે પણ કટીબદ્ધ છે. યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં સહભાગિતા અને ફિઝિકલ ટ્રેનિંગ દ્વારા સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે.

એકેડેમિક્સના પૂરક મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમની રચના કરવાની યોજનારૂપે અત્યાર સુધીમાં રૂ. 8 કરોડથી વધુનું રોકાણ કરાયું છે. ઇનડોર સ્પોર્ટ્સ સુવિધાઓના વિસ્તરણ માટે નોંધપાત્ર રોકાણ થઇ રહ્યું છે તેમજ લેકસાઇડ એથલેટિક્સ ટ્રેક સાથે 4 એકરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઉપરાંત નાઇટ લાઇટિંગ અને સ્ટેડિયમ સ્ટાઇલ સિટિંગ સાથે વધારાનું ફુટબોલ ગ્રાઉન્ડની કામગીરી ચાલી રહી છે.

મારવાડી યુનિવર્સિટી પ્રોવોસ્ટ પ્રોફેસર (ડો.) સંદીપ સંચેતીએ કહ્યું હતું કે, “એમયુ દ્વારા તેના વિદ્યાર્થીઓને પ્રદાન કરાતી સર્વગ્રાહી શિક્ષણમાં રમત-ગમત હંમેશાથી અભિન્ન હિસ્સો રહ્યું છે, જેથી સારી ગુણવત્તાયુક્ત શિક્ષણ ડિલિવર કરી શકાય. અમારી કામગીરીની શરૂઆતથી જ અમે નોંધપાત્ર રોકાણ કર્યું છે

તથા રમત-ગમતના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જાળવી રાખવા તે ચાલુ રખાશે. માળખાકીય સુવિધાઓ અમારા વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રોમાં રૂચિને આગળ વધારવામાં મદદરૂપ બને છે તથા તેમને સાચી ક્ષમતાઓ બહાર લાવવામાં ઉપયોગી બને છે.”

તાજેતરમાં યુનિવર્સિટીએ યુથ કનેક્ટને વેગ આપવા તથા સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા સૌરાષ્ટ્રમાંથી જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને સાઇન કર્યાં છે. એક સંશોધન મૂજબ કસરત અને શૈક્ષણિક સફળતા વચ્ચે સીધો અને સકારાત્મક સંબંધ છે. દિવસમાં માત્ર 10 મીનીટ ફિઝિકલ એક્ટિવિટી વ્યક્તિની માનસિક શક્તિને નોંધપાત્ર વધારી શકે છે.

વધુ એક અભ્યાસ મૂજબ નિયમિત કસરત અને હિપ્પોકેમ્પસના કદ વર્બલ યાદશક્તિ માટે કારણભૂત માનસિક ગતિવિધનો હિસ્સો છે. આ તારણો મારવાડી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસની પ્રક્રિયાનો આધાર તૈયાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.