શોપિંગ સેન્ટરની દુકાનોનું ભાડું વધારવા અંગે પાલિકા સત્તાધીશોની હીલચાલ

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ની માધ્યમ માં આવેલા રામસાગર તળાવ ની ચારેબાજુ પાળો પર વર્ષો પહેલા જેતે સમયના નગરપાલિકા ના સત્તાધીશોના તદાલગી ર્નિણયો લઈ બબ્બે માળનાં તોતિંગ શોપિંગ સેન્ટર બનાવી ૬૦૦ થી વધુ દુકાનો બનાવી દઈ નજીવા ભાડાનાં દરે ભાડે આપી દીધી હતી.
સમયાંતરે આ દુકાનદારો પૈકી કેટલાક મોટાગજાના દુકાનદારોને દુકાન નાની પડતા તળાવ ના પાછલા ભાગે પણ પુરાણ કરી લાંબી દુકાનો પરવાનગી વગર અને પરવાનગી સાથે બનાવી દઈ વર્ષોથી ધંધો કરી આલીશાન બંગલા ઓ ના માલિક પણ બની ગયા કેટલાક તો ત્રણ ત્રણ દુકાનો ની દીવાલો વચ્ચે થી તોડી હોટેલ માટે હોલ પણ બનાવી દીધા છે તો કેટલાક ફરસાણ ની દુકાન ચલાવતા વેપારીઓ તેમના કારીગરો ને રહેવા પણ દુકાનો આપી દીધી છે .
ગોધરા નગરપાલિકાની માલિકીના આ શોપિંગ સેન્ટર માં દુકાનો ધરાવતા કેટલાય વેપારીઓ ઘણીવાર ભાડા પણ ભરતા નથી. ત્યારે હાલનાં ગોધરા નગરપાલિકા નાં સત્તાધીશો પાલિકા ની આવક વધારવાના ભાગરૂપે આ ૬૦૦ થી વધારે દુકાનોનું ભાડું વધારવાનું વિચારી રહ્યા છે.
અને જે બાબતે આગામી દિવસોમાં ર્નિણય પણ લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પાલિકા ની આવક માં ખાસ્સો વર્ષે દહાડે વધારો થઈ શકે તેમ છે . અને તેની આવક લાખ્ખો માં પાલિકાને મળી શકે તેમ હોઈ પાલિકા હવે ટૂંક સમયમાં દુકાનદારો પાસેથી વધુ રકમ લેવાનું વિચારણા કરી રહી છે.