Western Times News

Gujarati News

રાજ કુંદ્રા સામે ઈડીએ ફેમા અંતર્ગત કેસ દાખલ કર્યો

નવી દિલ્હી, ગત વર્ષે સામે આવેલા અને ખૂબ જ ચર્ચિત એવા કથિત પોર્ન રેકેટ કેસ મામલે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સામે કેસ દાખલ થયો છે.

ઈડીએ રાજ કુંદ્રા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે, ફેમા અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ગત ૨૦ જુલાઈના રોજ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે આ મામલે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે જુલાઈમાં રાજ કુંદ્રાની ધરપકડ પહેલા ફેબ્રુઆરી મહિનામાં આ મામલે ૫ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં સામેલ આરોપીઓ કથિતરૂપે અશ્લીલ ફિલ્મો બનાવી રહ્યા હતા અને વેબ સીરિઝ કે બોલિવુડ ફિલ્મોમાં રોલ અપાવવાની લાલચ આપીને લોકોને ઠગી રહ્યા હતા. મહત્વાકાંક્ષી મોડેલ્સ અને અભિનેતાઓને ફિલ્મોમાં રોલ અપાવવાનું કહીને તેમને અશ્લીલ ફિલ્મો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

તેના શૂટિંગ મડ દ્વીપ કે મલાડ ખાતે અક્સા પાસે ભાડાના બંગલો કે એપાર્ટમેન્ટમાં થયા હતા. શૂટિંગ દરમિયાન આરોપી અભિનેત્રીઓને એક અલગ સ્ક્રીપ્ટ માટે શૂટ કરવા કહેતો હતો અને તેમને ન્યૂડ સીન શૂટ કરવા માટે પણ કહેતો હતો. જાે કોઈ એક્ટ્રેસ ના પાડે તો તેમને કથિત ધમકી આપવામાં આવતી અને પછી શૂટિંગનો ખર્ચો આપવા માટે પણ કહેવામાં આવતું.

આ પ્રકારની શોર્ટ ક્લિપ્સને એવી એપ્લિકેશન્સ પર અપલોડ કરવામાં આવી જે સબસ્ક્રિપ્શન પર આધારીત હતી અને સબસ્ક્રાઈબર્સે કન્ટેન્ટ જાેવા માટે પૈસાની ચુકવણી કરવી પડતી. તેમણે કન્ટેન્ટ જાેવા માટે એક નિશ્ચિત રકમની ચુકવણી કરવી પડતી હતી.
પોર્નોગ્રાફી ફિલ્મો મામલે તપાસ દરમિયાન મુંબઈ પોલીસને હોટશોટ્‌સની સંલિપ્તતાની જાણ થઈ હતી.

વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રાજ કુંદ્રાની ફર્મ, વિયાનને યુકે સ્થિત ફર્મ કેનરિન સાથે એક કરાર હતો જેના પાસે હોટશોટ્‌સ એપ હતી. ફર્મની માલિકી બ્રિટનમાં રાજ કુંદ્રાના બનેવી પાસે હતી. હોટશોટ્‌સ એપ્સનો ઉપયોગ અશ્લીલ ક્લિપ્સ અપલોડ કરવા માટે કરવામાં આવતો હતો.

પોર્ન રેકેટ મામલે રાજ કુંદ્રાની સાથે તેમની કંપનીના આઈટી હેડ રેયાન થોર્પની પણ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જામીન પર મુક્ત થયો હતો.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.