Western Times News

Gujarati News

ક્વાડ સમિટમાં ભાગ લેવા મોદી ૨૪ મેએ જશે જાપાન

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ મેએ જાપાનના પ્રવાસે જશે. અહીં ચોથા ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ટોક્યો જઈ રહ્યા છે. ટોક્યોમાં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિશન અને જાપાનના પીએમ ફુમિઓ કિશિદા સાથે મુલાકાત કરશે.

તેમની અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ થશે. ભારતીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. ક્વાડમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સભ્ય છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, આ હિન્દ પ્રશાંત ક્ષેત્ર અને પરસ્પર હિતના બીજા વિશ્વ મુદ્દા પર ચર્ચા કરવાનો એક સારો અવસર હશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, પીએમ મોદી જાપાની બિઝનેસ લીડર્સની સાથે એક બિઝનેસ ઇવેન્ટમાં પણ ભાગ લેશે. તો જાપાનમાં ભારતીય સમુદાયને પણ મળશે અને તેને સંબોધિત કરશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.

તો અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન દક્ષિણ કોરિયા અને જાપાનની છ દિવસીય યાત્રા માટે રવાના થઈ ગયા છે. તેમની આ યાત્રાનો ઇરાદો બંને દેશોના નેતાઓ સાથે સંબંધોને મજબૂત કરવાનો છે, તો ચીનને તે સંદેશ આપવાનો પણ છે કે યુક્રેન પર રશિયાના હુમલાને જાેતા બેઇજિંગે પ્રશાં ક્ષેત્રમાં પોતાની ગતિવિધિઓને વિરામ આપવો જાેઈએ.

જાે બાઇડેન ગુરૂવારે રવાના થયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. તેમની વાતચીતમાં વ્યાપાર, ગ્લોબલ સપ્લાય સિરીઝમાં વધતી મજબૂતી, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ વિશે ચિંતા અને દેશમાં કોવિડ પ્રકોપ જેવા વિષય હોઈ શકે છે.

અમેરિકાએ લોકશાહી દેશોનું એક ગઠબંધન બનાવ્યું છે, જેથી રશિયાને યુક્રેન પર હુમલાની કિંમત ચુકવવા માટે મજબૂર કરી શકાય. આ ગઠબંધનમાં દક્ષિણ કોરિયા અને જાપાન પણ છે. બાઇડેન જાણે છે કે ચીનની વધતી મહત્વકાંક્ષાઓનો જવાબ આપવા માટે તેમણે આ દેશોની સાથે સંબંધ મજબૂત કરવા પડશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.