Western Times News

Gujarati News

રાજસ્થાનના સોની પાસેથી રૂ.ર૭ લાખનું સોનું પડાવીને ગઠીયાઓ ફરાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજસ્થાનના એક સોની પાસેથી મોટા પ્રમાણમાં ઘરેણાં ખરીદવાના બહાને રૂ.ર૭ લાખની છેતરપીંડી આચરવામાં આવી છે. ગઠીયા રાજસ્થાન જઈને વેપારી સાથે સોદો પાડી આવ્યા હતા. બાદમાં સેટેલાઈટમાં ડીલીવરી આપવા માટે આવેલા સોની પાસેથી ચેક કરાવવાના બહાને ઘરેણાં ભરેલી બેગ લઈને ફરાર થઈસ ગયા હતા.

જીવારૂલ ઈસ્માઈલ શેખ જાધપુર બદાસિયા ખાતે રહે છે. અને ત્યાં જ ઘોડાચોકમાં આવેલી મહાકૃપા માર્કેેટમાં જે.એસ. મેન્યુફેકચરીંગ નામે ે ગ્રાહકોની માંગ મુજબ સોના ચાંદીના ઘરેણાં બનાવવાનો ધંધો કરે છે. કેટલાંક દિવસો અગાઉ તે પોતાની દુકાને બેઠા હતા ત્યારે બે શખ્સો તેમની દુકાને આવ્યા હતા. જેમણે પોતે પ્રકાશ ઉર્ફેે રાજુભાઈ ઝુમરરામ સોની (રતન ચેમ્બર, બેગમપુરા, સુરત), તથા મહાવીર જૈન (રહે.અમદાવાદ) હોવાનું જણાવ્યુ હતુ. પોતે અમદાવાદમાં સોના-ચાંદીના વેપારી તથા મહાવીર પોતાનો મેનેજર હોવાનું જણાવી પ્રકાશે જીયારૂલને વાતોમાં લાવી વિશ્વાસ કેળવ્યો હતો.

બાદમાં તેમની પાસેથી હારની ડીઝાઈનો જાઈને પોતે બાદમાં જણાવશે. તેમ કહીને નીકળી ગયા હતા.
બાદમાં પ્રકાશે જીવારૂલને ફોન કરીને તેમને સોનાના હારની કેટલીક ડીઝાઈનો આપીને તે બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ઘરેણાં બનાવીને તેની ડીલીવરી આપવા જીવારૂલ પ્રકાશે આપેલા સેટેલાઈટ, શિવરંજની ચાર રસ્તા નજીક સિલીકોન વેલી નામની દુકાને પહોંચ્યા હતા.

જ્યાં પ્રકાશ તથા મહાવીર બંન્ને હાજર હતા. જીવારૂલ પાસેથી ઘરેણાં લઈ તેની અસલિયત તપાસવાના બહાને બંન્ને ગઠીયા દુકાનમાંથી નીકળી ગયા હતા. વાર લાગતા જીવારૂલે બંન્નેને ફોન કરતાં થોડીવાર લાગશે એમ જણાવ્યુ હતુ. જા કે બે કલાક સુધી તે બંન્ને પરત ફર્યા નહોતા.

ઉપરાંત ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. દરમ્યાનમાં દુકાનમાં રહેલો એક ચોવીસ વર્ષીય શખ્સ પણ ચા-નાસ્તો લેવાના બહને રફૂચક્કર થઈ ગયો હતો. આ ઘટના બાદ જીયારૂલ બાનુની દુકાન પહોંચતા તેમણે દુકાન કોઈએ આજે જ ભાડેથી લીધી હોવાનું જણાવ્ય્‌ુ હતુ. ઉપરાંત દુકાનના માલિકને જાણ કરાતા તે પણ તાબડતોબ પહોંચી ગયા હતા. તમામ હકીકત જાણ્યા બાદ જીયારૂલને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થઈ હતી.

જેથી તેઓદ તુરંત ેસેટેલાઈટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને ત્રણેય ગઠીયા વિરૂધ્ધ રૂ.ર૭ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેયને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.