Western Times News

Gujarati News

ઘઉંના નિકાસ પર એકાએક પ્રતિબંધથી ખેડૂતોને કિલોએ ૫ રૂપિયાનો ફટકો

નવીદિલ્હી, ઘઉંની નિકાસનો એકાએક પ્રતિબંધ આવતાં કિલોએ ખેડૂતોના ૫ રૂપિયા ભાવ નીચો ગયો છે. ૮ વર્ષમાં આ ત્રીજાે ફટકો એકાએક ર્નિણય લેવાના કારણે ખેડૂતોને પડ્યો છે.

૧૩ મેના રોજ, વાણિજ્ય મંત્રાલયે ખાનગી વેપારીઓ દ્વારા ઘઉંની મુક્ત નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સરકાર મંજૂરી આપે તો જ નિકાસ કરી શકાશે. મુક્ત વેપાર નહીં થઈ શકે. આ આદેશથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, અને સંગ્રહખોરી અને કાળાબજાર થવાની આશંકા છે.

કોરોનામાં એકાએક લોકડાઉન અને એકાએક નોટબંધીની જેમ ઘઉંમાં પણ એકાએક પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના કારણે ગુજરાતના બંદરો પરથી ઘઉંની નિકાસ ઠપ્પ થઈ ગઈ છે. ૩ લાખ ટન ઘઉં ગુજરાતમાં ઓછા પાક્યા છે તેનો ખેડૂતોને ફટકો તો પડ્યો છે પણ ભાવમાં મોટો ફટકો પડ્યો છે.કંડલામાં ૨૦ લાખ ટન ઘઉં પડી રહ્યા છે, જેમાં ૫ હજાર ટ્રકોમાં ૧૨ લાખ ટન માલ પડી રહ્યો છે.

થોડો પણ વરસાદ પડશે તો કંડલામાં જ ૮૦૦થી ૧ હજાર કરોડના ઘઉં પલળી શકે છે. સરકાર એકાએક ર્નિણયો લે છે તેના કારણ ખેડૂતો પરેશાન થાય છે.૨૭૦થી ૩૮૦ સુધીનો ૨૦ કિલોનો ભાવ ગુજરાતમાં થઈ ગયો છે. તે ૧૨ મે ૨૦૨૨માં ૩૧૦થી ૪૫૦ હતો. આમ ૪૦થી ૧૦૦ રૂપિયા ૨૦ કિલોએ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ઘણાં બજારમાં ૩૦૦૦નો ભાવ ઘટીને ૨ હજાર સુધી થઈ ગયો છે.

ગુજરાતમાં ૨૦ વર્ષ પછી ખેડૂતોને ઘઉંના સારા ભાવો મળવા લાગ્યા હતા. તેની સામે વાવેતર અને ઉત્પાદન પણ ઓછું હતું. ૨૦૨૧માં ૧૩.૬૬ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર ગુજરાતમાં હતું તેની સામે ૨૦૨૨ના શિયાળામાં ૧૨.૫૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ૧.૧૨ લાખ હેક્ટર ઘઉંનું વાવેતર ઘટી ગયું હતું.

ગુજરાતમાં ૨૦૨૧-૨૦૨૨માં ઉત્પાદન ૪૦.૫૮ લાખ ટન થશે એવો અંદાજ કૃષિ વિભાગનો છે. હેક્ટરે ઉત્પાદન ૩૨૩૫ કિલોની ધારણા બતાવવામાં આવી છે.૨૦૨૦-૨૧માં ૧૩.૬૬ લાખ હેક્ટરમાં ૪૩.૭૯ લાખ ટન ઘઉંના ઉત્પાદનની ધારણા હતી. ઉત્પાદકતા ૩૨૦૪.૭૭ કિલોની રહેવાની ધારણા હતી. પણ ખેડૂતોનું વાસ્તવમાં ઉત્પાદન ઓછું મળ્યું છે.

ગયા વર્ષ કરતાં ૩.૨૧ લાખ ટન ઉત્પાદન ઘટશે એવો અંદાજ ગુજરાતના કૃષિ વિભાગે જાહેર કર્યો છે. હેક્ટરે ઉત્પાદન ૧૦ કિલો ઘટે એવું કહે છે. લોક ડાઉનની જેમ એકાએક ર્નિણય લેવાતાં, જેના કારણે ગુજરાતના કંડલામાં ૪ હજાર ટ્રકોમાં ઘઉં ભરેલા હતા તે ગાંધીધામમાં ફસાયા છે.

બંદર પર પણ ઘઉંનો મોટો જથ્થો પડી રહ્યો છે. ઘઉંનું કન્સાઈનમેન્ટ કસ્ટમ્સને ૧૩ મે ૨૦૨૨ કે તે પહેલા નોંધાયેલ છે ત્યાં નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. નિકાસ બંધીથી વેપારીઓ અડધા ભાવે ઘઉં ખરીદશે. સરકારે આવા ર્નિણયની જાહેરાત કરતા પહેલા અમારું વિચારવું જાેઈતું હતું. સરકારનો યુ-ટર્ન છે. એક મહિના પહેલા, ૪ એપ્રિલે, કેન્દ્ર સરકારે ૧૦ મિલિયન ટનના ઘઉંની નિકાસ કરવાની જાહેરાત કરી હતી.

૨૦૨૨-૨૩ માટે નિકાસ માટે ૪૦ લાખ મેટ્રિક ટન (એમએમટી) ઘઉંનો કરાર કર્યો હતો અને અંદાજે ૧.૧ મિલિયન ટન ઘઉંની નિકાસ થઈ ચૂકી છે. ઇજિપ્ત ઉપરાંત તુર્કીએ પણ ભારતીય ઘઉંની આયાતને મંજૂરી આપી હતી.

ભારત સરકારે ઘઉંના ઉત્પાદન અંદાજમાં સુધારો કરીને ૨૦૨૨-૨૩માં ૧૧૧ એમએમટીથી ઘટાડીને ૧૦૫ એમએમટી કર્યો છે. ચાર રાજ્યો – ઉત્તર પ્રદેશ, બિહાર, તામિલનાડુ અને કેરળ – આદેશ મુજબ હવે કેન્દ્રીય યોજના હેઠળ મફત ઘઉં નહી આપવા કેન્દ્ર સરકારે ર્નિણય કર્યો છે.

લઘુત્તમ ટેકાના ભાવ કરતાં વધુ ભાવે ઘઉં વેચાતા હોવાથી સરકારી ખરીદ એજન્સીઓ ઘઉં ખરીદી શકતી ન હતી. તે પણ એક કારણ પ્રતિબંધ મૂકી ભાવ નીચે લાવવાનું માનવામાં આવે છે. ખેડૂતોને ઘઉંના સારા ભાવ ન મળે અને મોંઘવારી ન વધે તે પણ એક હેતું છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.