Western Times News

Gujarati News

ઈસરો સપ્ટેમ્બર-ડિસેમ્બરમાં બે એબોર્ટ મિશનનું સંચાલન કરશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ઈસરો ૨૦૨૪માં અંતરિક્ષ માટે દેશની પ્રથમ માનવયુક્ત ઉડાન ગગનયાન માટે પોતાના રોડમેપના ભાગ તરીકે અંતરિક્ષ મુસાફરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી સપ્ટેમ્બર અને પછી ડિસેમ્બરમાં બે માનવરહિત નિરસ્ત અભિયાન એટલે કે એબોર્ટ મિશનનુ સંચાલન કરશે.

ઈસરો પોતાના આ બંને એબોર્ટ મિશન દ્વારા વિફળતાનુ અનુકરણ કરશે. મિશનના વિફળ થવા પર અંતરિક્ષ મુસાફરની સુરક્ષા કેવી રીતે કરવાની છે. તેની તૈયારી માટે ઈસરો ૨ વાર અભ્યાસ કરશે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથએ આ વિશે જાણકારી આપી.

એસ સોમનાથ, જે ઈસરો ચીફ હોવાની સાથે જ અંતરિક્ષ વિભાગના સચિવ પણ છે તેમણે જણાવ્યુ કે માનવ સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. તેથી હવે અમે રદ મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે નિષ્ફળતાઓનુ અનુકરણ કરી રહ્યા છે અને તે પરિસ્થિતિઓમાં ક્રૂ ને સુરક્ષિત કેવી રીતે રાખવામાં આવે. આનો અભ્યાસ કરી રહ્યા છે.

આ ઉદ્દેશ્ય માટે પહેલુ ટેસ્ટ વ્હીકલ તૈયાર છે અને અમે આને આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરીશુ. માનવ કેપ્સ્યુલને ૧૫ કિલોમીટર ઉપર મોકલવામાં આવશે, અમે એક નિરસ્ત મિશનનુ અનુકરણ કરીશુ અને પછી કેપ્સ્યુલને પેરાશૂટ દ્વારા સમુદ્રમાં સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવશે. બીજાે ટેસ્ટ વ્હીકલ આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.

આને વધારે ઉંચાઈ પર મોકલવામાં આવશે બાદમાં આ રીતના અનુકરણ બાદ પાછો લાવવામાં આવશેએસ સોમનાથે કહ્યુ, અમે જાણીજાેઈને માનવયુક્ત મિશનમાં મોડુ કરી રહ્યા છીએ કેમ કે આ એક ખૂબ જ ખતરનાક મિશન છે. જાે આ સફળ ના થાય તો સમગ્ર પ્રોજેક્ટને બંધ પણ કરવો પડી શકે છે.

તેથી આપણે ઘણી સટીક અને સમગ્ર રીતે સુનિશ્ચિત થવુ પડશે. કેમ કે આ અસફળ મિશનની સિસ્ટમની સાથે-સાથે ઈસરો પર પણ ખૂબ ખરાબ પ્રભાવ પડશે. ઈસરો પ્રમુખે જણાવ્યુ કે ગગનયાન મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ક્ષમતાનુ પ્રદર્શન કરવાનો છે પરંતુ આ ભવિષ્યમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનની તરફ પહેલુ પગલુ પણ છે.

આગામી દાયકામાં વધારે માનવ ગતિવિધિ અંતરિક્ષમાં સ્થાળાંતરિત હોવાની સંભાવના છે. અંગોની ૩ ડી પ્રિન્ટિંગ સૌથી મોટા વિસ્તારમાંથી એક ના રૂપમાં ઉભરી રહી છે જે ભવિષ્યમાં અંતરિક્ષમાં સ્થાળાંતરિત થઈ જશે. કેમ કે શૂન્ય-ગુરુત્વાકર્ષણ અંગોના વધવા માટે એકદમ યોગ્ય સ્થિતિ છે.

ગયા અઠવાડિયે ઈસરોએ ગગનયાનના પહેલા તબક્કાના ભાગ તરીકે શ્રીહરિકોટામાં એચએસ ૨૦૦ રોકેટ બૂસ્ટર લોન્ચ કર્યુ હતુ. ગગનયાન મિશન જે ૩ ભારતીયોને લો અર્થ ઓર્બિટમાં લઈ જશે, કોરોના મહામારીના કારણે આગળ વધારવુ પડ્યુ.

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર આ મિશન આ વર્ષે લોન્ચ કરવાનુ હતુ. ઈસરોના જણાવ્યા અનુસાર ૯,૦૨૩ કરોડ રુપિયાનુ ગગનયાન કાર્યક્રમ લાંબા સમયમાં એક સતત ભારતીય માનવ અંતરિક્ષ તપાસ કાર્યક્રમનો પાયો નાખશે. ઈસરો ચીફ એસ સોમનાથે કહ્યુ કે કોવિડ મહામારીના કારણે ગગનયાન મિશન પર વિપરીત પ્રભાવ પડ્યો છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.