Western Times News

Gujarati News

જમીન પર ચાલવા જેવા મુદ્દે પિતા પુત્રએ હત્યા કરી

બોટાદ, કહેવાય છે કે જર જાેરુ અને જમીન ત્રણેય કજીયાના છોરુ તેવોજ કિસ્સો બોટાદ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં શેઢા બાબતે ચાલી રહેલા ઝગડા માં ૬૪ વર્ષના ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલને પિતા-પુત્રએ સોરીયાના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી.

હત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયેલ છે. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા રાણપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. પોલીસે ફકત બે જ કલાકમાં બંને હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી હતી.

આ ઘટના અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં અળવ-સેંથળી કાચા રસ્તે આવેલ ધજાગરા તરીકે ઓળખાતી વાડીએ શેઢા બાબતે છેલ્લા કેટલાક દિવસથી ઝગડો ચાલતો હોય ત્યારે આજરોજ ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ (રહે.બોટાદ(ઉ.વ.૬૪)) ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પાણી વાળતા હતા.

દરમ્યાન લઘરભાઈ માવજીભાઈ ચાવડા અને હરેશભાઈ લઘરભાઈ ચાવડા હાથમાં સોરીયા લઈને આવી પાણી વાળતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલને માથાના ભાગે સોરીયાના ઘા મારતા ઘનશ્યામભાઈ હડીયલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. પિતા-પુત્ર ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા.

જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ને ૧૦૮ એમબ્યુલન્સ મારફતે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. રાણપુર પોલીસે હત્યારા લઘરભાઈ માવજીભાઈ ચાવડા(ઉ.વ.૭૦),હરેશભાઈ લઘરભાઈ ચાવડા(ઉ.વ.૪૨) ની ધરપકડ કરી હતી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.