Western Times News

Gujarati News

Cannes Film Festivalમાં હિના ખાનની થઈ અવગણના

મુંબઈ, ટેલિવિઝન સ્ટાર હિના ખાન જે હોય તે મોં પર કહેવામાં માને છે. એક્ટ્રેસ હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વ્યસ્ત છે, જેના રેડ કાર્પેટ પર તેણે ૧૯મી મેના રોજ વૉક કર્યું હતું. ૨૦૧૯ બાદ હિના ખાને બીજી વખત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.

જાે કે, કાન્સ ૨૦૨૨માં ઓપનિંગ સેરેમનીમાં ઈન્ડિયન પેવેલિનમાં આમંત્રણ ન મળતા તેને જબરદસ્ત આંચકો લાગ્યો હતો અને તેણે એન્ટરટેન્મેન્ટ બિઝનેસમાં હજી પણ ‘એલીટ સિસ્ટમ’ ચાલતો હોવા પર રોષ વ્યક્ત કર્યો હતો. એક્ટ્રેસે અનુપમા ચોપરાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે, ‘આપણે બધા એક ઈન્ડસ્ટ્રીમાંથી આવીએ છીએ. આપણે એન્ટરટેન્મેન્ટ બિઝનેસમાંથી છીએ. આપણે અહીં ભારતનું નેતૃત્વ કરવા આવ્યા છીએ. હું મારી ફિલ્મના પોસ્ટરનું લોન્ચિંગ થયું તે માટે ખુશ હતી. હું તમને કહેવા માગુ છું કે, હજી પણ એલીટ સિસ્ટમ છે. હાલમાં જ એક ઓપનિંગ સેરેમની હતી અને ઈન્ડિયન પેવેલિયનમાં એક ઈવેન્ટ થઈ રહી હતી. દરેક કોઈ ત્યાં હતું.

માત્ર બોલિવુડ સ્ટાર્સ જ નહીં સિંગર્સ પણ હતા. આ સિવાય જાણીતા ટેલેન્ટેડ દિગ્ગજાે હતા. તેવું નથી કે મને ઈર્ષ્યા થઈ રહી છે. પરંતુ મને તો તેમના પર ગર્વ થાય છે. પરંતુ સાથે જ તે જાેઈને દિલ તૂટી જાય છે કે હું કેમ ત્યાં નહોતી?. ફ્રાન્સમાં ૧૭મી મેથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. જેમાં બોલિવુડ અને ટેલિવુડના સેલિબ્રિટી સિવાય દેશના અન્ય કેટલાક દિગ્ગજાે પણ સામેલ થયા છે.

ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી ફેન્સ હિના ખાનની એન્ટ્રીની રાહ જાેઈ રહ્યા હતા અને આખરે ૧૯મી મેના રોજ તેમની રાહ ખતમ થઈ હતી જ્યારે તેણે રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. હિના ખાને બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.

રેક કાર્પેટ માટે તેણે ફેધર વર્ક કરેલા લવન્ડર કલરના ગાઉન પર પસંદ ઉતારી હતી. તેનું ગાઉન સ્ટ્રેપલેસ હતું. આ આઉટફિટમાં તે ગોર્જિયસ લાગતી હતી, જેમાં તેને ટોન્ડ પગ સ્પષ્ટ દેખાતા હતા. હિના ખાને તેના મેકઅપને એકદમ મિનિમલ છતાં સોફિસ્ટિકેટેડ રાખ્યો હતો.

સાથે તેણે લક્ઝરી સ્ટોન ઈયરરિંગ્સ અને હાથમાં બ્રેસલેટ પહેર્યું હતું. ૭૫મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાનની એન્ટ્રી ચર્ચાનો વિષય બની હતી. એક્ટ્રેસના રેડ કાર્પેટ લૂક જાેઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ છે અને ફેન્સ તેને ‘ક્વીન’ ગણાવી રહ્યા છે.

હિના ખાને ૧૯મી મેના રોજ રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું, જ્યારથી તે french riviera પહોંચી છે ત્યારથી તેના સ્ટનિંગ લૂક્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. અગાઉ હિના ખાને બ્લેક કલરના બોલ્ડ આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી હતી.

માત્ર ફેન્સ જ નહીં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાક એક્ટર્સ પણ તેના સેન્સેશનલ લૂક જાેઈને આશ્ચર્યચકિત થયા હતા. થોડા દિવસ પહેલા હિના ખાને રેડ કલરના સ્ટ્રેપલેસ ગાઉનમાં પણ પોતાની સુંદર તસવીરો શેર કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.