Western Times News

Gujarati News

ભારતીય તટરક્ષક દળે સમુદ્રમાં ઇજાગ્રસ્ત માછીમારને બચાવ્યો

અમદાવાદ,  ભારતીય તટરક્ષક દળના જહાજ C 419 દ્વારા હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ મુશ્કેલ સમુદ્રમાં ‘ધન પ્રસાદ’ નામની એક હોડીમાંથી બેભાન થઇ ગયેલા માછીમારને બચાવ્યો છે. આ માછીમારને સલામત રીતે હોડીમાંથી બહાર કાઢવાની કામગીરીનું સંકલન ભારતીય તટરક્ષક દળ સ્ટેશન, પીપાવાવ દ્વારા કરવામાં આવ્યું હતું

જેમને જાફરાબાદના માછીમાર એસોસિએશન તરફથી સંદેશો મળ્યો હતો કે, તેમનો એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત સ્થિતિમાં છે. આ માહિતી પ્રાપ્ત થતા જ, ICGએ સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી એક હેલિકોપ્ટર લોન્ચ કર્યું હતું અને હાઇસ્પીડ માટે સક્ષમ એક સેઇલ શિપ પણ પીપાવાવથી મોકલવામાં આવ્યું હતું.

ઝડપથી સમુદ્રી અને હવામાં હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ ઓપરેશન પછી, ICGના હેલિકોપ્ટરને હોડી મળી આવી હતી અને તેમણે આ બોટ સુધી ઝડપથી પહોંચવા માટે ICGના જહાજને મદદ કરી હતી. ICGના જહાજે તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમને માછીમારીની હોડી પર મોકલી હતી.

અને દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તેની સ્થિતિ સ્થિર થઇ હતી અને દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, ICGનું જહાજ પીપાવાવ બંદરમાં પ્રવેશ્યું હતું અને વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ જવા અને વધુ તબીબી સંભાળ માટે માછીમાર એસોસિએશનને દર્દી સોંપી દીધો હતો.

માછીમારની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 48 કલાકમાં આ બીજી એવી ઘટના છે જેમાં ઇજાગ્રસ્ત માછીમારને ICG દ્વારા સમુદ્રમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.