Western Times News

Gujarati News

કુકાવાવ નજીક 108ની ટીમે 21 દિવસની બાળકીનો જીવ બચાવ્યો

અમરેલીના કુંકાવાવ રોડ (Amreli Kunkavav road, gujarat, India) પરના એક રહેણાંક વિસ્તારમાંથી ૧૦૮ને મોડી રાત્રે ફોન દ્વારા માહિતી મળી કે એક ગરીબ પરિવારની ૨૧ દિવસની બાળકીને (21 days old girl child with fever) તાવ આવતો હતો અને હાલ બેશુદ્ધ અવસ્થામાં છે. અમરેલીના કુકાવાવ રોડ પર 108ની ટીમને માહિતી મળી હતી કે એક 21 દિવસની બાળકીને તાવ છે. આ અંગની જાણકારી મળતાં જ 108 ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને ટ્રીટમેન્ટ આપી હતી.

૧૦૮ના ફરજ પરના કર્મચારી ઈએમટી સાગરભાઈ મકવાણા (EMT Sagar Makwana) તથા પાઈલોટ અકબરભાઈ પરમાર (Pilot Akbar Parmar) તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે બાળકીના હૃદયના ધબકારા તથા શ્વાસ ન હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વધુ સારવાર માટે બાળકીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં (Rushed to Amreli civil hospital) અને હાલ સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બંને કર્મચારીઓએ પોતાની આગવી સુઝબુઝ અને જીવીકે ઈએમઆરઆઈ હેડક્વાર્ટરમાં રહેલ ઈમરજન્સી ફિઝિશિયનની સલાહ મુજબ બાળકીને તાત્કાલિક કૃત્રિમ શ્વાસ તથા છાતી પર દબાણ આપતા એમ્બ્યુલન્સમાં જ બાળકીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરુ થઈ હતી.

૨૧ દિવસની બાળકીને પુનર્જીવન આપવા બદલ બાળકીના માતા એ ૧૦૮ ઈમરજન્સી સેવાનો આભાર માનતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની આ સેવા અમારા માટે ભગવાન બનીને આવી અને અમારી લાડકીમાં પ્રાણ પૂર્યો છે જેનું ઋણ અમે કદી ચૂકવી શકીશું નહીં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.