Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં ભાજપને લાગી શકે છે મોટો આંચકો

નવી દિલ્હી, પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ખતમ થયા બાદ ભાજપના ઘણા નેતા ટીએમસીમાં જાેડાઇ ચૂક્યા છે. ભાજપના નેતાઓના પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. હવે પશ્વિમ બંગાળના ભાજપ ઉપાધ્યક્ષ અર્જુન સિંહ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ટીમએમસીમાં જાેડાઇ શકે છે.

પશ્વિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે સંગઠનમાં એક વરિષ્ઠ પદ પર રહેવા છતાં તેમણે યોગ્ય રીતે કામ ન કરવા દેવાની પરવાનગી ન આપવાની વાત કહી છે. તેમણે રાજ્યમાં ભાજપના નેતૃત્વને લઇને સવાલ ઉઠાવ્યા છે. સૂત્રોએ કહ્યું કે તેમણે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં જાેડાવવાની સંભાવના છે.

અર્જુન સિંહની ટીપ્પણી શુક્રવારે કેન્દ્ર સરકાર દ્રારા જથ્થાબંધ ભાવને ૬,૫૦૦ રૂપિયા ક્વિંટલ પર સીમિત કરવાના નોટિફિકેશનને પરત લેવાની જાહેરાત બાદ આવી છે. તેને લઇને લઇને અર્જુન સિંહ અને અન્ય ઉદ્યોગ હિતધારક ગત કેટલાક દિવસોથી માંગ કરી રહ્યા હતા.

અર્જુન સિંહે કહ્યું કે હું તાજેતરમાં જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને તેમણે રાજ્ય એકમ સ્થિતિ વિશે જણાવ્યું. સમર્પિત કાર્યકર્તાઓને તેમની યોગ્ય માન્યતા આપવામાં આવતી નથી. રાજ્ય ઉપાધ્યક્ષ હોવાછતાં મને યોગ્ય રીતે કામ કરવાની અનુમતિ નથી. તમને જણાવી દઇએ કે અર્જુન સિંહ ૨૦૧૯ માં ટીએમસીમાંથી ભાજપમાં જાેડાયા હતા.

સૂત્રોએ જણાવ્યું કે અર્જુન સિંહે તામેતરમાં જૂટ મિલનો મુદ્દો ઉઠાવતાં ભાજપની રાજ્ય એકમમાં જુથગ્રામને લઇને ભાજપના ટોચના અધિકારીઓને મળવા માટે દિલ્હી યાત્રા કરી હતી. અર્જુન સિંહે મોટાપાયે વિરોધ શરૂ કરવાની ચેતાવણી આપી હતી. સૂત્રોની માનીએ તો તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની વાતચીત કરવા માટે અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ મહાસચિવ અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.