Western Times News

Gujarati News

યુવક કોલ્ડડ્રિન્ક પી રહ્યો હતો અચાનક નીકળી ગરોળી

અમદાવાદ, શું તમે પણ બહાર ખાવાના શોખીન છો? તો આ તમારે જાણવું જ જાેઇએ. શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળી છે.

યુવાન કોલ્ડ ડ્રિન્ક પી રહ્યો હતો અને અચાનક મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ગ્રાહકોએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. જે અંગે વિભાગે કાર્યવાહી કરતા મેકડોનાલ્ડ સીલ કરી દીધી છે. ગ્રાહકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેનો વીડિયો મૂકીને પોતાની વ્યથા વર્ણવી હતી.

આ ઘટના જેમની સાથે બની તે યુવાનોનું કહેવું છે કે, અમે મેકડોનાલ્ડમાં જમવા આવ્યા હતા. જ્યાં અમે બે બર્ગર અને કોક ઓર્ડર કર્યુ હતુ. જેમાં કોકમાં ગરોળી આવી છે. અમારી સાથે આવેલા ભાર્ગવભાઇએ આ પીધું અને પછી શેક કર્યું તો ગરોળી ઉપરથી નીચે આવી ગઇ હતી. અમે અહીં ચાર કલાકથી બેઠા છે પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી.

એ લોકો કહે છે કે, અમે રિફન્ડ આપી દઇશું.તેમણે વધુમાં જણાવ્યુ કે, આ બાબતે મેનેજરને ફરિયાદ કરી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું ન હતું. તેમણે કહ્યુ કે ૩૦૦ રૂપિયા રિફન્ડ આપી દઇએ. તો અમે સામે કહ્યુ કે, તમે આ પી જાવ અમે તમને ૫૦૦ રૂપિયા આપી દઇએ.

થોડા સમય પહેલા અમદાવાદમાં આવેલી અને સાઉથ ઈન્ડિયન ઝાયકા માટે જાણીતી લાલ દરવાજા વિસ્તારની ઉડીપી રેસ્ટોરન્ટમાંથી નારિયેળની ચટણીમાંથી મૃત વંદો નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

ગ્રાહકે, સ્પ્રિંગ ઢોસાનો ઓર્ડર કર્યો હતો. સ્પ્રિંગ ઢોસાની સાથે રેસ્ટોરન્ટ દ્વારા સાંભારની સાથે નારિયેળની ચટણી પણ આપવામાં આવી હતી. યુવક મસ્ત રીતે ઢોસાનો આનંદ માણી રહ્યો હતો. પણ દાળમાં કાંઈક કાળું હોય તેમ સફેદ નારિયેળની ચટણીમાં યુવકને કાંઈક કાળી વસ્તુ દેખાઈ આવી હતી. જે જાેતા તે વંદો નીકળ્યો હતો.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.