Western Times News

Gujarati News

પિતા-પુત્રીના મોતના મામલે અંતે પોલીસે ફરિયાદ નોંધી

અમદાવાદ, શહેરના ખોખરામાં અનુપમ બ્રિજના નિર્માણ સમયે દિવાલ પડતા પિતા-પુત્રીના મોતનો મામલે આખરે પોલીસે ફરિયાદ નોધી છે. મૃતકના ભાઈએ JCB ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા JCB ડ્રાઈવરે ટોળા સામે મારામારી અને વાહનને નુકશાન પહોચાડ્યું હોવાનો પણ ફરિયાદમાં આરોપ લગાવતા ગોમતીપુર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ખોખરા-અનુપમ બ્રિજની કામગીરી વખતે JCB ડ્રાઈવરે રિવર્સમાં લેતા દીવાલ તૂટી હતી. જેમાં દીવાલને અડીને બેઠેલા પિતા-પુત્રીનું મોત થયું. જાેકે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ બાદ કેટલાક લોકોએ JCB ચાલક પર ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો.

આ મામલે હવે મૃતકના ભાઈએ JCB  ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે JCB ચાલકે ૪ શખ્સો સામે પથ્થમારો કરવા બદલ અને મારામારી કરી નુકશાન પહોંચાડવા બદલ ફરિયાદ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઘટના બની ત્યારે JCB ડ્રાઈવર મુકેશ સોલંકી પોતે જ માલિક હોવાનું જાણવા મળ્યું હતું. જાે કે ડ્રાઈવર ન હોવાથી તે જ JCB ઓપરેટ કરવા લાગ્યો હતો. આમ JCB ઓપરેટ કરનાર મુકેશની ગંભીર બેદરકારી હોવાથી તેની સામે કાર્યવાહી કરાઈ છે. જે બનાવમાં પ્રકાશ સલાટ અને તેમની પુત્રી સીમા સલાટનુ મોત નિપજ્યું છે.

સાથે જ ચાલકને ઈજા પહોચતા તેને હાલ સિવિલ હોસ્પિટલમાં રખાયા છે. ત્યારે હવે પોલીસ FSL રિપોર્ટ આધારે કાર્યવાહી શરૂ કરશે. હાલ તો પોલીસે આ ઘટનામાં બન્ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે AMC કોન્ટ્રાકટર JCB માલિક વિરુદ્ધ શુ કાર્યવાહી થાય છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.