Western Times News

Gujarati News

સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે બદલી કેમ્પ યોજાયો

પાલનપુર, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની ક્ચેરી, પાલનપુર દ્વારા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં માધઅયમિક વિભાગમાં કુલ ૧૦૧ અરજીઓ પૈકી ૮૦ મદદનીશ શિક્ષકો હાજર રહ્યાં હતાં. જે પૈકી ૨૦ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી હતી અને ૬૦ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કર્યાે હતો.

ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં કુલ ૨૮ અરજી પૈકી ૨૬ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકો હાજર રહી બદલીના કેમ્પનો લાભ લીધો હતો.

જેમાં ૧૩ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી અને ૧૩ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કર્યાે હતો જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૭ અરજી મળી હતી.

તેમાંથી ૫ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકો હાજર રહ્યાં હતાં તે પૈકી ૨ મદદનીશ શિક્ષક, શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી અને ૩ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કરતાં જિલ્લામાં કુલ ૩૫ મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી હતી. તેમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડો.નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.