Western Times News

Gujarati News

ખેડૂતોએ જમીન માપણી રદ કરવા માંગ ઉઠાવી

દેવભૂમિ દ્વારકા, જમીન માપણીમાં વ્યાપક ક્ષતિઓની રાવ સાથે દેવભૂમિ દ્વારકા પંથકના ખેડૂતો આકરા પાણીએ થયા છે. ધરતીપુત્રોએ જમીન માપણી રદ કરોના નારા સાથે કલેકટર કચેરીએ ધામા નાખ્યા હતા.

દ્વારકાના રેટા કાલાવડ ગામના ૨૦૦ થી વધુ ખેડૂતો કલેકટર કચેરી ખાતે દોડી જઇ આકરા સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.જેને પગલે કલેક્ટર કચેરી ખાતે ટોળેટોળાના દ્રશ્યો સર્જાયા હતા.

જમીન માપણીમાં ગંભીર ભૂલ હોવાની ફરિયાદ સાથે ભૂતકાળમાં સરકાર અને સબંધિત એજન્સીની કામગીરી સામે અનેક વખત છાંટા ઊડ્યાં છે. છતાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે જમીન માપણીમાં થયેલ ગોટાળાને સુધારવા સરકાર દ્વારા હાલાર પંથકના અમુક ગામોમાં રિ-સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિ ઠેરનની ઠેર રહી હોવાના ખેડૂતો દવા કરી રહ્યા છે. આથી આ મામલે ધરતીપુત્રોમાં ભરેલા અગ્નિ જેવો માહોલ જાેવાં મળી રહ્યો છે.

તેમાં દ્વારકા પંથકના ખેડૂતોનો આ આક્રોશ ખૂલીને બહાર આવ્યો છે. જમીન માપણીની ક્ષતિને લઇને ભાઈ-ભાઈના દુશ્મન બનતા હોવાના આરોપ સાથે દ્વારકાના રેટા કાલાવડના ખેડૂતો રજૂઆત કરી હતી. ખેડૂતો ખોટી રીતે થયેલી જમીન માપણીનો ભોગ બન્યા હોવાથી આ અંગે યોગ્ય કરવા અંતમાં માંગ ઉઠાવી હતી.

તેવામાં જમીન માપણીની સમસ્યાની અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો ન આવતા કંટાળી ગયેલા ખેડૂતોએ કોંગ્રેસ નેતા અને ખેડૂત આગેવાન પાલ આંબલીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા, જ્યાં જગતના તાતે જમીન માપણી રદ કરોની એક જ માંગ ઉઠાવી હતી.

ભૂલ અંગેના બોલતા પુરાવા રૂપે ખેડૂતોએ કરેલી આશરે ૧૧૨ જેટલી અરજીઓ સાથે ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરી જમીન માપણી રદ કરવાની માંગ બુલંદ બનાવી હતી.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.