રાધનપુર-સાંતલપુરમાં પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલનની ચિમકી

Files Photo
પાટણ, પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારો રાધનપુર, સાંતલપુર અને સમી પંથકમાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ પાણીના પોકાર ઉઠતાં હોય છે ચાલુ વર્ષે આ પંથકમાં પાણીના પોકારો ઉઠતા રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા એક સપ્તાહમાં વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી આપી હતી.
ઉપરાંત પ્રાંત કચેરી ખાતે આ વિસ્તારના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત પંથકના આગેવાનો સાથે પ્રાંત દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય સહિતના ગ્રામજનો દ્વારા વિસ્તારમાં પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર પાણીના કનેકશન મેળવેલા હોય તેવા વ્યક્તિઓની કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કનેકશન કાપી નાંખી દંડાત્મક કાર્યવાહી કરવાની રજુઆત પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી હતી.