Western Times News

Gujarati News

વિખૂટી પડેલી માનસિક દિવ્યાંગ યુવતીનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો

(પ્રતિનિધિ)કાંકણપૂર, પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના એકસઠ પાટિયાના વિસ્તારમાં પરિવારથી વિખૂટી પડેલી એક માનસિક દિવ્યાંગ યુવતી ફરતી હોવાની માહિતી જાગૃત નાગરીકે કાંકણપુર પોલીસ મથકનાં પી.આઈ એચ.એન.પટેલને આપી હતી.

યુવતીને પોલીસ મથક લાવીને નવડાવી-જમાડી હતી.અને સોશિયલ મિડીયાની મદદથી યુવતી પરિવાર સુધી પહોચી હતી.આખરે પરિવારને પોતાની વ્હાલીસોઈ દીકરી મળી જતા હર્ષના આંસુ છલકાયા હતા.

ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકના પી.આઈ એચ.એન પટેલને જાગૃત નાગરિક દ્વારા એકસઠ પાટીયા રોડ વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી ફરતી હોવાની માહિતી આપતા પીઆઈ સહિત મહિલા કર્મચારીઓ યૂવતી પાસે પહોચી ગયા હતા.

અને પોલીસવાનમાં બેસાડી કાંકણપુર પોલીસ મથક લાવ્યા હતા.જ્યા યુવતીને નવા કપડા પહેરાવીને ભોજન આપવામા આવ્યું હતું.ત્યારબાદ યુવતીની પૂછપરછ કરતા તેને કાગળ પર પોતાનું નામ સંગીતા હોવાનુ અને મારે ઘરે જવું તેમ લખ્યું હતું.

યુવતી પરિવારજનો સુધી પહોચવા પોલીસે સોશિયલ મિડીયાનો સહારો લીધો હતો.જેના પરિણામે યુવતી ગોધરા તાલુકાના થાણાગર્જન ગામની હોવાનું જાણવા મળ્યુ હતું.

ત્યારબાદ કાંકણપુર પોલીસની ટીમે યુવતીને તેના ઘરે સહીસલામત રીતે તેના પરિવારને સોપી દીધી હતી.ઘણા સમયથી તેના પરિવારથી વિખુટી પડી જવાને કારણે તે પરિવારના સભ્યોને થોડાક સમય માટે ઓળખી શકી ન હતી.પણ પરિવારને પોતાને વ્હાલીસોઈ દીકરી મળી જતા ભાવવિભોર બન્યા હતા.પરિવારે કાંકણપૂર પોલીસમથકના પીઆઈ.સહિત પોલીસ કર્મચારીઓનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.