Western Times News

Gujarati News

મોદી અમદાવાદમાં IPLની મેચ જોવા જાય તેવી શક્યતા

ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના લોકર્પણની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલની ફાઈનલમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે.

વડાપ્રધાન મોદી પણ મેચ જાેવા સ્ટેડિયમમાં જાય એવી શક્યતા હોવાથી IPL મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરાઈ છે.

પીએમ મોદી ૨૮ મેના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ સવારે ૯.૩૦ વાગ્યે રાજકોટ પહોંચશે. જેમાં આટકોટમાં નવી બનેલી હોસ્પિટલનું લોકાર્પણ અને જંગી જનસભાને સંબોધન કરશે. સૌરાષ્ટ્રમાં પીએમનો આ બીજાે કાર્યક્રમ થશે.

આ ઉપરાંત ગાંધીનગરમાં પહેલીવાર ગુજરાતમાં સહકારી સંમેલનમાં પીએમ સંબોધન કરશે. જેમાં સહકારી ક્ષેત્રના તમામ આગેવાનોને હાજર રહેશે.

જાેકે, આ વચ્ચે તેઓ આઈપીએલની મેચમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે તે જ સમય દરમિયાન અમદાવાદમાં IPLની બે મેચ યોજાનાર છે. શુક્રવારે ક્વોલિફાયર-૨ અને રવિવારે ફાઇનલ રમાશે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીની સંભવત હાજરીની શક્યતા છે.

જેને પગલે રાજ્ય પોલીસ વિભાગ એલર્ટ પર આવી ગઈ છે. જિલ્લાના તમામ પોલીસ કર્મીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ૪૭ એસ.પી, ૮૪ ડીવાયએસપી, ૦૩ કયું.આર.ટી , ૨૮ એસ.આર.પી.એફ, ૨૮ બૉમ્બ સ્ક્વોડ, ૨૨૨ ઇન્સ્પેકટર, ૬૮૬ પીએસઆઈ, ૩,૩૪૬ કોન્સ્ટેબલ, ૮૨૪ મહિલા પોલીસની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંદોબસ્તમાં રહેશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL મેચ રમવા ટીમનું અમદાવાદમાં આગમન થઈ ગયુ છે.

ગુજરાત ટાઈટન્સની ટીમના પ્લેયર અમદાવાદમાં આવી પહોંચ્યા છે. ત્યારે અનેક બોલિવૂડ સ્ટાર અને રાજકીય આગેવાનો પણ ફાઇનલ મેચ અમદાવાદમાં નિહાળશે તેવી શક્યતા છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પત્ની અને પુત્ર સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

તો બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ૩ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ૨૭ મેના રોજ રાત્રે અમિત શાહ અમદાવાદમાં પહોંચશે. જેમાં ૨૮ મેએ તેઓ દ્વારકાના દ્વારકાધીશના દર્શન કરશે. સાથે જ દ્વારકામાં પોલીસ કોસ્ટલ એકેડમીમાં હાજરી આપશે.

તો ૨૯ મેએ સવારે ગોધરામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં, બપોરે નડિયાદમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે. તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમિત શાહ IPLની ફાઈનલ મેચ જાેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.