Western Times News

Gujarati News

ટ્‌વીટર ખરીદવા મસ્કે જૂની ઓફર સુધારીને રિવાઈઝ્‌ડ પ્લાન મૂક્યો

વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી સોદામાં ટિ્‌વટરને ખરીદવાની જાહેરાત કર્યા બાદ ફેક યુઝર્સ અને શરતોના બહાને રકજક શરૂ કરી છે. મસ્કે ગત સપ્તાહે શરત મુકી હતી કે જ્યાં સુધી બોટના સાચા આંકડા નહિ આપવામાં આવે અને ૫% સુધી તેને સીમિત કરવામાં નહિ આવે ત્યાં સુધી સોદો ‘હોલ્ડ’ પર રહેશે. જાેકે આજે મસ્કે કરેલ ૪૪ અબજ ડોલરની જુની ઓફર સુધારી છે.

ગુરૂવારના અહેવાલ અનુસાર એલોન મસ્કે ટિ્‌વટર ખરીદવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને એક સુધારેલી યોજના સબમિટ કરી છે. આ બિડના જાેરે ટિ્‌વટરનો શેર ગઈકાલના સેશનમાં ૪% ઉંચકાયો હતો. જાેકે આ નવી રીવાઈઝ્‌ડ ઓફર સાથે ટિ્‌વટર ડીલ પર સંકટના વાદળો હવે ઘેરાઈ રહ્યાં છે.

મસ્કે સ્પામ એકાઉન્ટ્‌સના મુદ્દે ટિ્‌વટર ડીલને સ્થગિત કરી હતી. મસ્ક દાવો કર્યો હતો કે ટિ્‌વટર અનુસાર સ્પામ બોટ કુલ યુઝર્સના ૫ ટકા છે, જ્યારે અમારી ગણતરી અનુસાર આ આંકડો કુલ યુઝર્સના ૨૦ ટકાની આસપાસ છે.

એક અહેવાલ અનુસાર ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટિ્‌વટરને ખરીદવા માટે ગંભીર રીતે વિચારી રહ્યાં છે. ટિ્‌વટરના ફાઇનાન્સિંગ પ્લાનમાં ફેરફાર કરીને મસ્કે યુએસ સેકને કહ્યું કે ટિ્‌વટર ડીલ માટે બેંકો પાસેથી હવે ઓછી લોન લેશે. મસ્ક હવે ૬.૨૫ અબજ ડોલર ઓછી લોન લેશે.

આ સિવાય મસ્કે ટિ્‌વટરનો અમુક હિસ્સો અન્ય રોકાણકાર એટલેકે નવા ભાગીદારને પણ આપવાની તૈયારી દર્શાવી છે. આ પ્લાન અનુસાર ડીલમાં ઈક્વિટી હિસ્સો વધીને ૩૩.૫ અબજ ડોલર થશે. ટિ્‌વટરને ખરીદવા માટે ત્રણ સપ્તાહ અગાઉ મસ્કે ઓફર કરેલ ફાઈનાન્શિયલ બિડમાં ઇક્વિટી હિસ્સો ૨૭.૨૫ અબજ ડોલરનો હતો.

ટેસ્લાના સીઈઓદ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ને સબમિટ કરવામાં આવેલી યોજનામાં સ્પષ્ટતા નથી કરવામાં આવી કે મસ્કે કેવી રીતે વધારાના શેરની ફાળવણી કરી વધુ નાણાં એકત્ર કરશે.

મસ્કના જુના મિત્ર અને ટિ્‌વટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી આ સોદામાં મસ્કના ભાગીદાર બની શકે છે. અગાઉના અહેવાલ અનુસાર ટિ્‌વટરના શેર ખરીદવા મસ્ક ડોર્સીને મનાવી રહ્યાં છે. ડોર્સી ટિ્‌વટરના સહ-સ્થાપક પણ છે. હાલમાં તે ટિ્‌વટરમાં ૨.૪ ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય અંદાજે ૭૦ કરોડ ડોલર છે. આ સિવાય મસ્કે પાસે ટિ્‌વટરમાં હાલ ૯.૬ ટકા હિસ્સો છે, જેનું વેલ્યુએશન ૨.૭ અબજ ડોલર છે.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.