Western Times News

Latest News from Gujarat India

અમદાવાદમાં પાડોશીએ છ વર્ષના બાળકનું અપહરણ કર્યું

અમદાવાદ, અમદાવાદમાં અપહરણની ઘટના બની છે. શહેરના સોલા વિસ્તારમાં બાળકના અપહરણનો મામલો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં આવેલા પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા એક ૬ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ આ બાળકનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ છોડી દીધો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર સોલા વિસ્તારમાં આવેલા પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા ૬ વર્ષના બાળક જીયાંશ કાપડીયાનું તેની જ સોસાયટીમાં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિએ અપહરણ કર્યુ હતું. ત્યારબાદ બાળકને કારની ડેકીમાં નાખી અવાવરૂ જગ્યાએ છોડી મુક્યો હતો. બાળક ગંભીર હાલતમાં મળી આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સોલા પોલીસે હાલ તો રાહુલ પટેલની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. શા માટે બાળકનું અપહરણ કરવામાં આવ્યું કે, તે પાછળ આરોપીનો શું ઈરાદો હતો તે તો વિગત પોલીસ તપાસ બાદ સામે આવશે.hs2kp

Copyright © All rights reserved. | Developed by Aneri Developers