Western Times News

Gujarati News

વડગામમાં કર્માવદ તળાવ ભરવાની માંગ સાથે ૧૨૫ ગામના ખેડૂતોએ જળ આંદોલન શરૂ કર્યું

પાલનપુર,બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતોએ જળ આંદોલન છેડ્યું છે.જળઆંદોલનને લઈને આજે વડગામ અને પાલનપુરના ૧૨૫ જેટલા ગામોના હજારો ખેડૂતો એકઠા થઈ પાલનપુરમાં મહારેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તળાવમાં પાણી નાખવાની રજુઆત કરી છે.

ચીમકી ઉચ્ચારી છે કે જાે પાણી નહિ નંખાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.બનાસકાંઠાના વડગામ અને પાલનપુર પંથકમાં ભૂગર્ભ જળ ઉંડા ગયા છે જેને લઈને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કાફોડી બની છે.

જેને લઈને વડગામ અને પાલનપુરના ખેડૂતોએ અનેકવાર કરમાવત તળાવ ભરવાની માંગો કરી હતી પરંતુ તેમની માંગ ન સ્વીકારતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠતાં વડગામ અને પાલનપુરના ૧૨૫ ગામોના ખેડૂતોએ આજે પાલનપુરના આદર્શ સંકુલમાં એકઠા થઇ સભા યોજી હતી.

ત્યાર બાદ આદર્શ સંકુલ ખાતેથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ મહારેલી યોજી હતી. જેમાં ૨૦ હજારથી વધુ ખેડૂતો, પશુપાલકો અને લોકો જાેડાયા હતા. ખેડૂતો હાથમાં પાણી આપવા સહિતના વિવિધ બેનરો લઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને કલેક્ટરને કરમાવત તળાવ ભરવાની રજુઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું.

ચીમકી ઉચ્ચારી હતી કે જાે ટૂંક સમયમાં તેમની માંગ નહિ સ્વીકારાય તો આગામી સમયમાં તેવો ઉગ્ર આંદોલન કરશે.જાેકે ખેડુતો દ્વારા આજ તો ફક્ત પુરુષ ખેડુતો હજારોની સંખ્યામાં ઉમટી મહારેલી યોજી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. તો જિલ્લા કલેક્ટરે પણ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ઈરીગેશન વિભાગ સહિતના વિભાગોને સાથે લઈ સર્વે હાથ ધરવાની બાહેંધરી આપી છે.

ત્યારે ખેડુતો દ્વારા જાે આગામી દિવસોમાં કર્માવદ તળાવમાં પાણી નહીં ભરાય તો આજે જે પ્રમાણે પુરૂષ ખેડૂતોની રેલી યોજાઈ તે પ્રમાણે આગામી દિવસોમાં મહિલા ખેડુતોને પણ સાથે લઈ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી રેલી યોજાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.hs3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.