Western Times News

Gujarati News

જમીનના વિવાદમાં બે લોકોએ યુવકને પતાવી દીધો

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી હાલત જાેવા મળી રહી છે. ગુનેગારોને જાણે પોલીસનો ડરના રહ્યો હોય તેમ બેફામ બનીને ફરી રહ્યા છે.

તેવાં સંજાેગો વચ્ચે સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ સામે આવતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફૂટ રોડ ઉપર ખૂની ખેલ ખેલાયો હતો. શહેરના મેઘાણીબાગ પાસે યુવાનની હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન મામલે ચાલતા ડખ્ખામાં બે શખ્સોએ યુવાને ધોકાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધાનું સામે આવ્યું હતું.

જે અંગે પોલીસને જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક યુવાનની ડેડબોડીને પીએમ માટે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ પોલીસે હત્યા પ્રકરણની તપાસ આરંભી હતી. એક સમયના શાંત ગણતાં સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મરમારી,હત્યા, લૂંટ સહિતની ઘટના જાણે આમ બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

આથી લોકોમાં પોલીસ ક્યાં છે? તેવો અણીયારો સવાલ પેદા થયો છે. વધતા જતા ગુનાની સ્થિતિ વચ્ચે પણ પોલીસ તંત્ર કુંભકર્ણની માફક મીઠી ઊંઘમાં હોય અને સબસલામતીની જૂની કેસેટ વગાડતી હોવાની રવા ઉઠી છે.

હત્યાના આવાં બનાવને લઈને પોલીસની આબરૂનું ધોવાણ થયું છે. આથી સુરેન્દ્રનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને બેફામ બેનલા આરોપીઓ અંકુશમાં આવે તે માટે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.