Western Times News

Gujarati News

ખાદ્યતેલનું ટેન્કર પલટી જતાં લોકોએ તેલની લૂંટ કરી

બાડમેર, રાજસ્થાનના બાડમેર જિલ્લાના પચપદરા થાણા ક્ષેત્ર પાસે ખાદ્ય તેલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. ભાંડિયાવાસ ગામ પાસે નેશનલ હાઈવે પર ટેન્કર પલટી જવાની ખબર ફેલાતાં જ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

લોકો નાના-મોટા વાસણો લઈને તેલ લૂંટવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. ઘટના સ્થળે દરેક વ્યક્તિ હાથમાં વાસણો લઈને દોડાદોડી કરતી જાેવા મળી હતી. તેલનું ટેન્કર પલટી ગયાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને ખસેડવાની કવાયત હાથ ધરી હતી.

પોલીસ અધિકારીઓએ ક્રેનની મદદથી ટેન્કરને સીધું કરાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે ટેન્કરને પોતાના કબજામાં લઈને પોલીસ સ્ટેશનમાં મુકાવી દીધું હતું. જાણવા મળ્યા મુજબ આ ટેન્કર ગુજરાતથી નીકળ્યું હતું અને જાેધપુર તરફ જઈ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના સુરતથી મુંબઈ પ્રોસેસિંગ માટે જઈ રહેલું ખાદ્ય તેલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના બની હતી. રવિવારના રોજ બનેલી તે ઘટનામાં પણ લોકોએ તેલ લૂંટવા માટે દોટ મુકી હતી.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.