Western Times News

Latest News from Gujarat India

ભાજપ પ્રદેશ કાર્ય સમિતિની બેઠક પહેલા પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે

પ્રતિકાત્મક

લખનૌ, ઉત્તર પ્રદેશમાં બીજી વખત સરકાર બન્યા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને મંત્રી બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે ભાજપ એક નેતા એક પદની નીતિને કારણે રાજ્યમાં નવા પ્રદેશ અધ્યક્ષની શોધમાં છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપની પ્રદેશ કાર્ય સમિતિની બેઠક પહેલા નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપની રાજ્ય કાર્ય સમિતિની બેઠક ૨૯ મેના રોજ લખનૌમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં, તે બેઠક પહેલા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત શક્ય હોવાનું માનવામાં આવે છે.

જાે રિપોર્ટ્‌સનું માનીએ તો, પશ્ચિમ યુપીથી આવતા પાર્ટીના વિશ્વાસુ નેતાને આ વખતે યુપી ભાજપની કમાન સોંપવામાં આવી શકે છે. તેનું કારણ છેલ્લી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માનવામાં આવે છે. ત્યારે પશ્ચિમ યુપીમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. આ પછી પણ પાર્ટીએ પશ્ચિમ યુપીમાં સારું પ્રદર્શન કર્યું છે.HS1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers