Western Times News

Latest News from Gujarat India

વડાપ્રધાન મોદી શ્રેષ્ઠ શ્રોતા અને પ્રેરણાનું ઝરણું છેઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ

નવીદિલ્હી, મોદી સરકારને ૮ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. માધ્યમોમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ થયેલા કાર્યો અંગે ડિબેટ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ફાયદો કરાવી શકે તેવા વિચારોની ચર્ચા કરનાર વ્યક્તિના કદને ધ્યાનમાં લેતા ન હોવાની અને તેઓ હંમેશા આવી વાતચીતને પ્રોત્સાહિત કરતા હોવાની વાત પ્રેરક લાક્ષણિકતા ગણાવી છે.

મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હું તેમની પાસે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ગયો હોઉં કે કેબિનેટ પ્રધાન તરીકે ગયો હોઉં, જાે હું લોકોના જીવનને ઉત્થાન આપી શકે એવા કોઈ વિચારની ચર્ચા કરું તો તેઓ તેને ગંભીરતાથી સાંભળશે અને ચર્ચા કરશે. જાે તે વાત સારી હશે તો તે તેને અમલમાં મૂકશે. આ તેમની સૌથી મોટી લાક્ષણિકતા છે, જેણે મને ખૂબ પ્રેરણા આપી છે. આવા લક્ષણોનું અનુકરણ કરવા યોગ્ય છે.

ગિરિરાજ સિંહ દ્રઢપણે માને છે કે પીએમ મોદી દરેકને ધૈર્યથી અને સંપૂર્ણ નિષ્ઠાથી સાંભળે છે, જેથી તેમનાથી મોટો કોઈ શ્રોતા નથી. વડાપ્રધાન મોદીને બાકીના લોકોથી અલગ પાડતી બીજી લાક્ષણિકતા એ છે કે, તેઓ ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે અને તે લોકોના માટે હોય તો તેને ખૂબ મહત્વ આપે છે.

તેઓ વધુમાં કહે છે કે, પીએમ મોદી જવાબદારી પર વધારે ભાર આપે છે. રિસ્પોન્સીબીલટી સાથે એકાઉન્ટબીલટી એ વડા પ્રધાનનો શાસન મંત્ર છે. આમાં પણ તેઓ પોતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કલાકોના પ્રવાસ છતાં તેઓ કામ માટે તૈયાર થઈ જાય છે. કેન્દ્રીય વિદેશ મંત્રીએ મને જણાવ્યું કે, પીએમ સવારે ૪ વાગે પ્લેનમાં ઉતરે અને ૧૧ વાગે કેબિનેટ માટે તૈયાર થઈ જાય છે. જાે વડા પ્રધાન ઓછામાં ઓછા ૧૦ વધુ વર્ષો સુધી અમને માર્ગદર્શન આપશે તો ભારત મહાસત્તા બનશે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનનું આર્ત્મનિભર ભારતનું વિઝન તેમને પ્રેરણા આપે છે અને મોદી કેબિનેટના સભ્ય હોવા બદલ તેમને ગર્વનો અનુભવ કરાવે છે. હું માનું છું કે વડા પ્રધાને આર્ત્મનિભર ભારતનો મંત્ર આપ્યો હતો અને દરેક મંત્રાલય દ્વારા તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. સંરક્ષણ, કૃષિ અને સંબંધિત નિકાસના ક્ષેત્રોમાં આર્ત્મનિભર બનવા વિશે બીજા કોઈએ વિચાર્યું ન હતું.

પક્ષના લોકો અને તેમના પ્રધાનો દ્વારા વડાપ્રધાન મોદીને હાર્ડ ટાસ્કમાસ્ટર કહેવાની બાબતે ગિરિરાજ સિંહ કહે છે કે, તેઓ ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરે છે. આને તમે હાર્ડ ટાસ્કમાસ્ટર કહેશો કે પ્રેરણાનો સ્ત્રોત? દરેક મંત્રીને લાગે છે કે જાે વડા પ્રધાન આટલી મહેનત કરી રહ્યા છે, તો તેમણે પણ પોતાની જવાબદારી નિભાવવાની પ્રયાસ કરવો જાેઈએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે, જાે કોઈ બીમાર પડે તો વડાપ્રધાન વાલી તરીકે કામ કરે છે. હું વ્યક્તિગત રીતે તેમનો આભારી છું. થોડાં વર્ષો પહેલાં મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમને આ વાતની જાણ થઈ અને તે સમયે અનિલ દવે ( મોદી સરકારમાં રાજ્ય મંત્રી)ની મુદત પૂરી થઈ ગઈ હતી. તેમણે મને કહ્યું કે રાજકારણીઓની સૌથી ખરાબ ટેવ એ છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે ભૂલી જાય છે અને આપણે સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરવું જાેઈએ.

તેમણે કહ્યું કે, એક તરફ અન્ય દેશોના વડાઓ ભારતમાં નેતૃત્વની પ્રશંસા કરી રહ્યા હોય અને વડાપ્રધાનને ભારતીય ડાયસ્પોરા તરફથી અતુલ્ય પ્રેમ મળે ત્યારે વિરોધ પક્ષ મોદીને અંદર અને બહાર ગાળો આપતો હોય છે. તે લોકો વિદેશમાં દેશનું અપમાન કરી શકે છે, પરંતુ જાે બિડેન કોવિડ હેન્ડલિંગ માટે આજે ભારતની પ્રશંસા કરી રહ્યા છે.hs2kp

Copyright © All rights reserved. | Developed by Aneri Developers