ઉનાળામાં તાપમાનમાં વધારાથી કૂલિંગ ઉત્પાદનોના વેચાણમાં વધારો
ગોદરેજ એપ્લાયન્સિસ એર કૂલર્સ માટે વ્યવસાયને વેગ આપવા આતુર – આગામી ત્રણ વર્ષમાં 10 ટકાથી વધારે બજારહિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો
મુંબઈ, ગરમીની અસાધારણ લહેરથી એર કૂલર્સ જેવા તમામ કૂલિંગ કેટેગરીઓમાં વેચાણને વેગ મળ્યો છે. ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સના વ્યવસાય ગોદરેજ એપ્લાયન્સિસે મહામારી અગાઉ દેશમાં એર કૂલર્સ પ્રસ્તુત કર્યા છે અને આ મહામારી વિનાનો પ્રથમ ઉનાળો છે, જે નવી કેટેગરીએ અનુભવ્યો છે.
ગોદરેજ એન્ડ બૉય્સની કંપની ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું હતું કે, “ઉનાળામાં તાપમાનમાં વધારાથી કૂલિંગ ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે, પણ તમામ ઉપકરણોની કિંમતમાં વધારો થવાની સાથે વાજબી કિંમત ધરાવતા ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે.
આ પ્રીમિયમ અને માસ કેટેગરી વચ્ચેની રેન્જ ધરાવે છે. એર કન્ડિશનર્સ અને હવે એર કૂલર્સમાં પણ અમારા સ્થાપિત નેટવર્ક સાથે અમે બહોળા ઉપભોક્તા વર્ગને અતિ જરૂરી કૂલિંગની જરૂરિયાતો ઓફર કરી શકીએ છીએ. ગોદરેજ એર કૂલર્સ કેટેગરી માટે આ પ્રથમ સંપૂર્ણ ઉનાળો છે અને કામગીરી અતિ પ્રોત્સાહનજનક છે. એના પગલે અમને આગામી 3 વર્ષમાં 10%+ બજારહિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવાનો વિશ્વાસ આવ્યો છે.”
ગોદરેજ એપ્લાયન્સિસના એર કૂલર્સના પ્રોડક્ટ ગ્રૂપ હેડ અમિત જૈને ઉમેર્યું હતું કે, “ઉનાળાની આ સિઝનમાં એર કૂલર્સ કેટેગરીની દબાયેલી માગમાં વધારો જોવા મળ્યો છે, જે માટે મહામારીને કારણે છેલ્લાં બે ઉનાળાની અસર જવાબદાર હતી. ગરમીના મોજાનો સામનો કરવા સમાધાનો માટે આતુર તમામ વર્ગના લોકો વિવેકાધિન ખર્ચને એર કૂલર્સ જેવા કૂલિંગ ઉત્પાદનો તરફ વાળી રહ્યાં છે.
એર કૂલર્સની વાજબી ખરીદી અને કાર્યકારી ખર્ચ કેટેગરી માટે ફાયદાકારક છે. ગોદરેજ ભારતનાં મોટાં શહેરોનાં પરાવિસ્તારોમાં વેચાણ અને સેવાનું મજબૂત નેટવર્ક ધરાવે છે તથા અમે એનો ઉપયોગ કરવાની સાથે અમારા એર કૂલર્સ માટે નવું સેલ્સ નેટવર્ક પણ ઉમેરી રહ્યાં છીએ. અમારો પોર્ટફોલિયો મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક અને હાઇ-એન્ડ ઇન્વર્ટર વિકલ્પો સાથે ડિઝર્ટ કૂલર સેગમેન્ટમાં ફેલાયેલો છે તથા ઉપભોક્તાઓએ અતિ સારો પ્રતિસાદ આપ્યો છે.”
ગોદરેજ એર કૂલર્સ પોતાની ઇન્વર્ટર ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ કૂલિંગ અને મહત્તમ ઊર્જાદક્ષતા પ્રદાન કરે છે. બ્રાન્ડે ઊર્જાની બચત કરવા અને એની કાર્યદક્ષતા વધારવા એસી સાથે સંલગ્ન ઇન્વર્ટર ટેકનોલોજીને એર કૂલર્સમાં સૌપ્રથમ પ્રસ્તુત કરી હતી. ઉપરાંત પોતાની સ્માર્ટ રીતે ડિઝાઇન કરેલી આઇસ ડ્રિપ ટેકનોલોજી સાથે 18” એરોડાયનેમિક બ્લેડ અને ઓટો કૂલ ટેકનોલોજી સાથે આ અસરકારક કામગીરી સાથે શ્રેષ્ઠ કૂલિંગ પ્રદાન કરે છે.
નવું પ્રસ્તુત થયેલું ઇકો મોડ ફંક્શન પસંદગીના મોડલમાં ઉપલબ્ધ છે, જે એર કૂલર્સને મહત્તમ કૂલિંગ પ્રદાન કરવાની સાથે ઊર્જા અને પાણીની બચત કરવાની સુવિધા આપે છે – જે બ્રાન્ડની પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની કટિબદ્ધતાને અનુરૂપ છે,
તો પાણીની ટેંકમાં જામી જતા બેક્ટેરિયા સામે લડવા ખાસ એન્ટિ-બેક્ટેરિયલ ટેંક તાજી અને શુદ્ધ હવા સુનિશ્ચિત કરે છે – જે બ્રાન્ડના ઉપભોક્તાના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની કટિબદ્ધતાને સુસંગત છે. કૂલર્સ નવી સુંદરતા સાથે મજબૂતી ધરાવે છે અને વિવિધ વાઇબ્રન્ટ રંગોમાં ઉપલબ્ધ છે.