Western Times News

Latest News from Gujarat India

કોંગ્રેસે રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી

નવીદિલ્હી,કોંગ્રેસે રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતાઓને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી લીધી છે. જેઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેમાં કર્ણાટકના જયરામ રમેશ, મધ્યપ્રદેશના વિવેક ટંખાના નામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત હરિયાણાથી અજય માકન અને તમિલનાડુમાંથી પી ચિદમ્બરમ રાજ્યસભા માટે પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસે હાલમાં રાજ્યસભાની ૧૦ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.તેમાંથી મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને રણદીપ સિંહ સુરજેવાલાને રાજસ્થાનથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

બીજી તરફ રાજીવ શુક્લા અને રંજીત રંજનને છત્તીસગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજ્ય ઉમેદવાર છત્તીસગઢ રાજીવ શુક્લા, રણજીત રંજન હરિયાણા અજય માકન કર્ણાટક જયરામ રમેશ મધ્યપ્રદેશ વિવેક ટંખા મહારાષ્ટ્ર ઇમરાન પ્રતાપગઢી રાજસ્થાન રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી તમિલનાડુમાં પી ચિદમ્બરમના નામ સામેલ છે.HS1KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers