દીપ્તિ ધ્યાનીએ તિરુપતિ બાલાજી જઈને કરાવ્યું મુંડન
મુંબઈ, એક વર્ષ પહેલા એટલે કે મે ૨૦૨૧માં એક્ટર સૂરજ થાપર કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાના કારણે તેમની હાલત એટલી ખરાબ થઈ હતી કે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે પતિની આવી હાલત જાેઈને દીપ્તિ ધ્યાની ગભરાઈ ગયા હતા.
સામાન્ય રીતે આપણે ખુશીમાં ભગવાનને યાદ કરીએ કે ના કરીએ પણ દુઃખમાં તો કરીએ જ છીએ. આ સ્થિતિમાં દીપ્તિ ધ્યાનીએ પણ ઈશ્વરનો આશરો લીધો અને પતિ સૂરજ થાપર સકુશળ ઘરે આવી જશે તો તિરુપતિ બાલાજી મંદિરમાં જઈને મુંડન કરાવવાની બાધા રાખી હતી.
હવે દીપ્તિએ પોતાની બાધા પૂરી કરી છે. દીપ્તિ ધ્યાનીએ કહ્યું, સૂરજજી આઈસીયુમાં હતા અને ડૉક્ટરે અમને કીધું હતું કે તેમના ૬૦ ટકા ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. એ વખતે હું હિંમત હારી ગઈ હતી. એ વખતે મેં બધા જ ભગવાન સામે શીશ ઝૂકાવ્યું હતું અને કેટલાય મંદિરોના પગથિયા ચડી હતી. એ વખતે જ મેં બાધા રાખી કે હું મારા વાળ તિરુપતિ બાલાજી મંદિરમાં દાન કરી દઈશ.
હવે મારા પતિ સાજા અને સ્વસ્થ છે. એટલે મેં મારી બાધા પૂરી કરી છે.” દીપ્તિ ધ્યાનીના આ ર્નિણયે ઘણાં લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે કારણકે તેઓ ૯ વર્ષના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પાછા આવવાની તૈયારી કરી રહ્યા હતા. સૂરજે કહ્યું, “મહામારીના કારણે વ્યક્તિગત અને આર્થિક રીતે આપણે સૌ ખરાબ સમયમાંથી પસાર થયા છીએ. એટલે જ એક્ટિંગમાં પાછો ફરવાનો ર્નિણય પ્રેક્ટિકલ હતો.
અગાઉ દીપ્તિ એક્ટિંગમાં પરત ના આવી શકી કારણકે અમારા નાના દીકરાની ઉંમર ઓછી હતી. પરંતુ હવે અમારા દીકરાઓ એટલા મોટા થઈ ગયા છે કે તેઓ પોતાનું ધ્યાન જાતે રાખી શકે. એટલે જ દીપ્તિએ કામ પર પાછા ફરવાનો ર્નિણય કર્યો. હકીકતે તેને ઓફરો પણ આવવા લાગી હતી. પરંતુ તેણે કામને પ્રાથમિકતા આપવાને બદલે પહેલા બાધા પૂરી કરી પોતાના વાળ ઉતરાવવાનો ર્નિણય કર્યો.
હું આ માટે હંમેશા તેનો ઋણી રહીશ. જ્યારે પણ કોઈ પોતાનું કરિયર ફરી શરૂ કરવા માગે ત્યારે પોતાના લૂક્સ પર અને પોતે વ્યવસ્થિત દેખાય છે કે કેમ તેના પર ધ્યાન કેંદ્રિત કરે છે. જાેકે, હવે દીપ્તિને તાત્કાલિક તો ઓફર નહીં મળે. જાે ઓફર મળશે તો પણ હાલ ચહેરો છે તેને સૂટ થાય તેવા પ્રકારના રોલની અથવા તો પછી વિગ લગાવીને કામ કરવું પડશે. તેને પત્ની તરીકે પામીને હું ધન્ય થઈ ગયો છું.
હાલ તે પહેલા કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે. આશા રાખું છું કે કોઈ તેને અત્યારના જ લૂકમાં કાસ્ટ કરી લે”, તેમ સીરિયલ ‘મીત બદલેગી દુનિયા કી રીત’ સૂરજે ઉમેર્યું. દીપ્તિએ વાળ ઉતરાવતાં પહેલાં તેમના માટે ફેરવેલ પાર્ટી રાખી હતી. એક્ટ્રેસે કહ્યું, “મારા વાળ લાંબા, કાળા અને ઘટાદાર હતા. મને હંમેશા મારા વાળ માટે પ્રશંસા સાંભળવા મળતી હતી. જ્યારે મારા મિત્રોને ખબર પડી કે હું મુંડન કરાવી રહી છું તો તેમણે વાળ માટે ફેરવેલ પાર્ટી રાખી હતી.”SS1MS