Western Times News

Gujarati News

ચાર હાથ-પગવાળી બાળકીની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ

મુંબઈ, અહીં એક સામાન્ય પરિવારમાં જન્મેલી ચાર હાથ-પગ ધરાવતી બાળકીની મદદ માટે જિલ્લા પ્રશાસન અને એક્ટર સોનુ સૂદ આગળ આવ્યા છે. શારીરિકરૂપે અક્ષમ એવી આ બાળકીની ઉંમર માત્ર ૨ વર્ષ છે. આ બાળકીની મદદ માટે જિલ્લા પ્રશાસન અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે મદદની શરૂઆત કરતા એક્ટર સોનુ સૂદ સુધી આ વાત પહોંચી હતી.Sonu Sood came forward to help the four-legged girl

ત્યારે હવે એક્ટર સોનુ સૂદ આ બાળકીની મદદ માટે આગળ આવ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ નાનકડી બાળકી સહિત તેનો આખો પરિવાર બિહારના પટના આવ્યો છે કે જ્યાં તેની સારવાર થશે. સોશિયલ મીડિયા પર આ નાનકડી બાળકીનો ફોટો અને વિડીયો વાયરલ થયા પછી એક્ટર સોનુ સૂદ હવે તેની મદદ માટે આગળ આવ્યો છે.

એક્ટરે આ બાળકી માટેના મેડિકલ ખર્ચ અને શાળાકીય શિક્ષણ સુધીની તમામ નાણાકીય મદદ ઉપલબ્ધ કરાવવા માટેની વાત કરી છે. જ્યારે બીજી બાજુ જિલ્લા પ્રશાસને મોહલ્લામાં એક સ્કૂલ અને એક હોસ્પિટલના નિર્માણ માટે નાણાકીય સહાયતા આપવા માટેનું વચન આપ્યું છે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, સોનુ સૂદની સલાહ પર આ બાળકી અને તેના માતા-પિતા શનિવારે પટનાની હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા. અહીં નોંધનીય છે કે આ સમગ્ર ઘટનામાં જિલ્લા પ્રશાસને એક્ટર સોનુ સૂદ પહેલા આ બાળકીની મદદ માટેની શરૂઆત કરી હતી.

જેથી ત્યારે ડૉક્ટરની એક ટીમે આ બાળકીની તપાસ કરી હતી. આ બાળકીની સારવાર માટે પ્રશાસન અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત છે. સૌપ્રથમ જિલ્લા પ્રશાસને આ બાળકીની મદદ કરવા માટે સિવિલ સર્જન તરફથી આ બાળકી અને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ તેને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાંના જિલ્લા પ્રશાસન તરફથી આ બાળકીની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.