Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શરીરમાં ખંજવાળ આવે છે? આ કરો ઉપાય

પ્રતિકાત્મક

ખંજવાળ, વલૂર એ રોગ નથી પણ કેટલીક વખત ગંભીર રોગોમાં જોવા મળતું લક્ષણ છે. ખસ, ખરજવું, દાદરમાં ખૂજલી મુખ્ય લક્ષણ છે. ચામડીનો કોઇ રોગ ના હોયતો પણ શરીરમાં ખંજવાળ કેમ આવે છે? ટોકસિનના પ્રતિકાર માટે ઇમ્યૂન સિસ્ટમમાં હિસ્ટામીનનો સ્ત્રાવ થાય છે. ખંજવાળવાથી કેમ સંતોષનો અનુભવ થાય છે તે હજુ રહસ્ય છે. Why is there itching in the body?

ચામડીનો રોગ ના થયો હોય તેમ છતાં શરીર પર ખુજલી માટે હાથ ફરવોએ માણસનું સામાન્ય લક્ષણ છે. કોઇ વક્તા ભાષણ આપતા હોય કે ઓફિસમાં વર્ક કરતા હોય આ સહજ ક્રિયાનો ખૂદને પણ ખ્યાલ હોતો નથી. એક સંશોધન મુજબ એક માણસને દિવસમાં સરેરાશ ૯૭ વાર ખંજવાળ આવે છે.

લિવરપૂલ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાંસિસ મેકલોનના જણાવ્યા મુજબ મચ્છર અને નાના મોટા છોડ, વનસ્પતિ એક પ્રકારનું ટોકસિન છોડે છે જેના પ્રતિકાર માટે શરીરની ઇમ્યૂન સિસ્ટમમાં હિસ્ટામીનનો સ્ત્રાવ થાય છે. આવું થાય ત્યારે ચેતાતંત્ર મસ્તિષ્કને ખંજવાળનો સંકેત આપે છે.

9825009241

હવામાં તરતા ટોકસિન માટે શરીર સંવેદનશીલ હોવાથી હાથ ખણવાનું શરું કરે છે.  ખંજવાળ અંગેના સંશોધનમાં પ્રથમવાર બહાર આવ્યું હતું કે ઇજા કે રોગ થવાથી આવતી ખંજવાળ અને સામાન્ય ખંજવાળ બંને અલગ બાબત છે. સેન્ટર ઓફ ધ સ્ટડી ઓફ ધ ઇચના સંશોધક બ્રાયના જણાવ્યા મુજબ સામાન્ય ખંજવાળ પણ એક પ્રકારના ચેપ જેવી હોય છે

જેમાં ઘણી વાર એકની અસર બીજાને થવા લાગે છે. આ અનુકરણ માટે મગજનો અમુક સ્પેસિફિક ભાગ જવાબદાર છે. ખંજવાળથી શરીરને આરામનો અહેસાસ થાય ત્યારે મગજમાંથી સેરોટોનિનનો સ્ત્રાવ થાય છે. જો કે ખંજવાળવાથી કેમ સંતોષનો અનુભવ થાય છે તે આજ સુધી માલૂમ પડયું નથી. નવાઇની વાત તો એ છે કે જેમ ખંજવાળવામાં આવે તેમ તે વધતી જાય છે.

વિવિધ રોગોમાં ખૂજલી એક લક્ષણ- મધુપ્રમેહ, કમળો, આંતરડાંમાં કૃમિ થવાથી, કુષ્ઠ -ઝેરી કે બિનઝેરી જંતુ કરડવાં -મૂત્રપિંડનો સોજો -સ્ત્રીઓને માસિક આર્તવ સ્રાવ બંધ થાય ત્યારે અને હોર્મોનની ખામી થતાં -દવાઓની આડઅસર -કેમિકલ સંસર્ગ -ખોરાક માફક ન આવવાથી થતી એલર્જી – ચામડીનાં દદોઁ ઘણાં હઠીલાં હોય છે, મટે ને ફરી થાય જેથી ખસ, લુખસ, દાદર, ફોલ્લા ફોલ્લી, લીલા-સૂકા ખરજવા જેવાં હઠીલાં દદોઁ વારંવાર હેરાન કરે છે.

ત્યારે ધીરજપૂર્વક આ ઔષધનો ઉપયોગ લાભપ્રદ છે.  શીળસ, શરીરે ખંજવાળ આવે, ઢીમણાં નીકળે અને તે પાછાં શમી પણ જાય છે. આયુર્વેદમાં ચામડીનું આરોગ્ય જાળવવા તથા સૌંદર્ય વધારવા માટે તૈલાભ્યંગ, ઉબટન, સ્નાન, પથ્ય આહાર વિહાર તથા રક્તશોધક ઔષધો સૂચવ્યા છે. આવી પ્રતિક્રિયામાં ઉપરોક્ત રક્તશોધક ટેબલેટ ફાયદારૂપ છે.

ઔષધ: રક્તદોષનાશક-એન્ટિએલર્જિક અને વલૂર મટાડવા માટે તાલસિંદૂર-૧ ચોખાભાર, મેજીષ્ટાદિચૂર્ણ-૧ ચમચી અને મહામંજીષ્યદિ કવાથ લેવું. ઉપયોગ, આ ટેબ્લેટની સીધી અસર લોહી, ચામડી અને આંતરડાં પર થાય છે. આંતરડાંનું સેન્દ્રીય વિષ તથા રક્તમાં લીન થયેલ વિષ તથા કૃમિના કારણે અથવા આહારવિહારની અસભ્યતાને લીધે આવતી ખંજવાળ લોહીની શુદ્ધિ થતાં જ મટવા માંડે છે અને પાચનક્રિયા સુધરે છે.

આ રીતે તે રક્તશોધક અકસીર નીવડ્યું છે. મહામંજીષ્ટાદિ ચૂર્ણ, ચોપચિન્યાદિ ચૂર્પ, તાલસિંદૂર, પ્રવાલ પ્રિષ્ટી, હરિદ્રાખંડ ચૂર્ણનું મિશ્રણ વલૂર માટે ઉત્તમ છે. સ્નાન માટે હરડે, હળદર, સુખડ, વાળો, કપૂરકાચલી, લોધ્ર, આમળાં સરખે ભાગે ૨૦૦-૨૦૦ ગ્રામ લઇ તેનું બારીક ચૂર્ણ બનાવી તેમાં ગુલાબજળ મેળવી ચામડી પર હળવા હાથે મસળવું. કોપરેલ તથા ઠંડા ઘીથી ચામડી ચીકણી રાખવી. ગૌમૂત્રમાં પલાળેલી હળદરના ચૂર્ણને ગરમ પાણી સાથે ૩૦ ગ્રામ ૩ ભાગ કરીને રોજ ખાવી.

બાહ્ય ઉપયોગ માટે: લીમડાની લીંબોળીનું તેલ, કરંજ તેલ તથા ચાલમોગરાનું તેલ ત્રણેયને સરખા ભાગે ૩૦ મિ.લી. મેળવી તેનું મિશ્રણ ખંજવાળવાળા ભાગ ઉપર લગાડવું. મરિચ્યાદિ તેલ લગાડવાથી લાભ થાય છે. નોંધ: મધુમેહના રોગીએ મધુમેહની દવા કાળજીપૂર્વક લેતા રહેવું. કબજિયાત દૂર કરવી, ચા, કોફી, તમાકુ, દારૂ, આઇસક્રીમનો ઉપયોગ બંધ કરવો.  મીઠું ન ખાવું. સિંધાલૂણ ખાઇ શકાય.

ચણાનો લોટ તેમજ લીમડાના પાનનો ઉપયોગ સ્નાન વખતે કરવો. પથ્ય પરેજી: ચામડીના આરોગ્યની ગુરુ ચાવી છે. મીઠું, મરચું, આમલી, તેલ, ખૂબ ગળી વસ્તુ તથા સાબુ, સોડા, ડિટર્જન્ટનો ઉપયોગ બંધ કરવો. સિન્થેટિક કપડાં ન પહેરવા જોઇએ. કેમિકલવાળાં પ્રસાધનો ન વાપરવાં જોઇએ.  શરીર પર તલના તેલનું માલિશ કરવું.

શિળસના કારણો, શીળસ, પિત્ત, પેટની ખેંચાણ અને લોહીમાં વધેલી ગરમીને કારણે થાય છે. બાય ધ વે, આ રોગ સામાન્ય રીતે પાચનતંત્રની ખામીને કારણે થાય છે, શરદી પછી શરીરમાં ગરમી લાગે છે, પિત્ત બહાર નથી આવતું, અપચો, કબજિયાત, ખોરાક બરાબર પચતો નથી, ગેસ અને ઓડકાર અને બીજી એવી દવાઓ વધુ પડતી લેવાથી થાય છે.

કેટલીકવાર તે અતિશય ગુસ્સો, ચિંતા, ડર, મધમાખી અથવા મધમાખીના ડંખ, વૃદ્ધ રોગો, સ્ત્રીઓને, બેડબગ અથવા કોઈપણ ઝેરી જંતુના ડંખને કારણે પણ થાય છે. શિળસના, સ્કીન એલર્જી કારણો, એલર્જીક પ્રતિક્રિયા એ શિળસનું મુખ્ય કારણ છે. હિસ્ટામાઈન નામનો એક ખાસ હોર્મોન આ માટે જવાબદાર છે.

તે જ સમયે, આની જેમ, કેટલાક અન્ય રસાયણોનું વધુ પડતું ઉત્પાદન પણ શિળસનું કારણ બની શકે છે. શિળસ ​​હોવાના અન્ય કારણો છે, જેમ કે – ક્યારેક ઠંડી હવાના સંપર્કમાં આવવાથી અથવા દૂષિત વાતાવરણના સંપર્કમાં આવવાથી. વધુ પડતી કસરત અથવા તણાવને કારણે. અમુક દવાઓની આડઅસરને કારણે પણ.

રોગ અથવા રોગપ્રતિકારક શક્તિ સંબંધિત કોઈ સમસ્યા. છીપ, શેલફિશ, માછલી, બદામ, ઇંડા અને દૂધ જેવા અન્ય ખોરાકની એલર્જીને કારણે. જીવજંતુ કરડવાથી. એલોપેથિક દવાઓ વધુ પડતી લીધા પછી પણ. લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે. પ્રાણીઓ ની ચામડીના ભાગો.

લક્ષણો અને સારવાર- શિળસ ટ્રીટમેન્ટ (Hives Treatment) – શિળસ એટલે કે પિત્ત ઉછળવું એ એક સામાન્ય રોગ છે. આ રોગમાં દર્દીના શરીરમાં ખંજવાળ આવે છે, દુખાવો થાય છે અને ચિંતામાં વધારો થાય છે. એટલું જ નહીં, શિળસ વધવાને કારણે તાવ અને ઉલ્ટી વગેરે થાય છે.

ક્યારેક ઠંડી હવાના સંપર્કમાં આવવાથી અથવા દૂષિત વાતાવરણના સંપર્કમાં આવવાથી પણ આ રોગ થાય છે. પરંતુ ચિંતા કરશો નહીં આયુર્વેદ પાસે તમારી સમસ્યાનો ઉકેલ છે. જેના દ્વારા તમે આ રોગથી સંપૂર્ણપણે મુક્ત રહી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો શું છે.

લક્ષણો અને સારવાર. આપણે પહેલેથી જ કહ્યું છે તેમ, આ રોગમાં દર્દીના શરીરમાં સતત ખંજવાળ આવે છે, પીડા થાય છે અને ચિંતા વધે છે. એટલું જ નહીં, શિળસ વધવાને કારણે તાવ અને ઉલ્ટી વગેરે થાય છે. આ સિવાય ત્વચા પર સોજા સાથે લાલ ફોલ્લીઓ દેખાવા, પોપચા અને હોઠ પર સોજો પણ તેના લક્ષણો છે. ડર્મેટોગ્રાફિઝમ, જેમાં ત્વચા સહેજ ખંજવાળ સાથે પણ સોજો બની જાય છે.

મંજિષ્ઠાદિ ઘનવટી લઈ શકાય છે. તેમાં મજીઠ, જેઠીમધ, તગર, આમળાં, સારીવા, કુમારી જેવી ઔષધીઓ હોય છે. આમળાંમાં રહેલું વિટામિન સી ત્વચાને ચમક આપે છે.  તગર માનસિક તાણ દૂર કરી પૂરતી ઊંઘ આપે છે. વધારે પડતા ગરમ કે વધુ પડતા ઠંડા પાણીથી ન નહાવું જોઈએ. હૂંફાળા પાણીથી નહાવું જોઈએ.

વધુ કેટલાકને દૂધની એલર્જી પણ આવી શકે છે.  તેમાં હળદર નાખીને પીવાથી તેની એલર્જી ન રહે. વધુ પડતું અને લાંબા સમય સુધી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. તેનાથી ચામડી નીકળતી જાય છે. સ્કીનને કોરી વધુ બનાવે છે.  તેથી નાહ્યા પછી બદામનું   તેલ   બે ચાર ટીપા જેટલું લગાડવું, કોપરેલ પણ લગાડી શકાય.

સ્કીન કોરી ન રહે તે માટે આ લગાડવું જોઈએ. ડતા   ઠંડા પાણીથી   સ્કીનના પોર્સ, છિદ્રો સંકોચાઈ જાય છે.  વધારે પડતા ગરમ પાણીથી ચામડી પરના છિદ્રો અતિશય પહોળા થઈ જાય છે.  પરિણામે સ્કીન કોરી પડે છે. અને એના માટે આયુર્વેદમાં રસાયણ ઔષધો અને રસાયણ પ્રયોગો બતાવેલા છે. સૌથી જાણીતું ઔષધ ચ્યવનપ્રાશ છે.

આજકાલ વિદ્વાનો એન્ટીઓક્સીડેન્ટ, ઈમ્યુનો-પ્રમોટર, ઔષધો વાપરવાની ભલામણ કરે છે. આયુર્વેદમાં એને રસાયણ કહેલા છે. આંબળા, ગળો, શતાવરી, તુલસી, અશ્વગંધા, ત્રિફલા, લીન્ડીપીપર, કુંવારપાઠું, બ્રાહ્મી, સોનું, ચાંદી, મોતી, હીરક ભસ્મ, શિલાજીત જેવા અનેક રસાયણ ઔષધોમાંથી પોતાની પ્રકૃતિ પ્રમાણે, યોગ્ય ઔષધ સિલેક્ટ કરીને, યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં લેવાવું જોઈએ. હળદર, લીમડો, તુલસી, કાળામરી , લવિંગ , આદુ અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ શરીર ના સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી હોય છે. આ વસ્તુઓનુ નિયમીત સેવન કરવું તથા આહાર મા પણ આનો સમાવેશ કરવો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers