Western Times News

Gujarati News

સિદ્ધૂ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ: ૨૪ ગોળીઓ શરીરની આર-પાર, માથાનાં હાડકામાં પણ બુલેટ મળી

ચંડીગઢ, પંજાબી સિંગરઅને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ગયું છે. સોમવારે રાત્રે પાંચ ડોક્ટર્સની પેનલે મૂસેવાલાનાં મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. રિપોર્ટ અત્યાર સુધી પોલીસની સાથે શેર કરવામાં આવી નથી.Postmortem of Sidhu Musewala completed: 3 bullets found across body, bullet found in skull

પણ સૂત્રો અનુસાર, હુમલાવરો પાસે અત્યાધુનિક બંદૂકો હતી. જેમાંથી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૪ ગોળીઓ મૂસેવાલાનાં શરીરને આરપાર નીકળી ગઇ હતી. જ્યારે એક માથાનાં હાડકામાં ફસાઇ ગઇ હતી.

મનસા જિલ્લા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મુસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓના ઘા મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. તે જ સમયે, આંતરિક અંગોમાં ઇજાઓ પણ પુષ્ટિ મળી છે.

એવું કહેવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી, વિસેરાના નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. જાેકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમના પરિણામો પોલીસ સાથે શેર કર્યા નથી. મૃતક સિદ્ધુ મુસેવાલાનો પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો. પરિવારની માંગ હતી કે હત્યાની તપાસ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થવી જાેઈએ અને આ માટે NIA-CBIની મદદ લેવામાં આવે

પરિવારના સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે જાેખમની આશંકા હતી ત્યારે સુરક્ષા હટાવવાની યાદી કેમ જાહેર કરવામાં આવી? આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી થવી જાેઈએ. જાેકે બાદમાં સમજાવટ અને ખાતરી બાદ પરિવારજનો મૃતકના પોસ્ટમોર્ટમ માટે સંમત થયા હતા.

જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને મુસેવાલાની હત્યાની તપાસ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સીટિંગ જજની દેખરેખ હેઠળ ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી છે.

પંજાબ પોલીસે સોમવારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં ઉત્તરાખંડમાંથી પાંચ શકમંદોની ધરપકડ કરી છે. પાંચેય ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના હેમકુંડ સાહિબ ગુરુદ્વારા જઈ રહ્યા હતા. બાતમીદાર પાસેથી ઈનપુટ મળ્યા બાદ, પોલીસે અટકાયત કરાયેલા શકમંદોની પૂછપરછ કરીને મૂઝવાલા હત્યામાં તેમની ભૂમિકા શું હતી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

રવિવારે પંજાબના માનસા જિલ્લામાં ૨૮ વર્ષીય પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પંજાબની ભગવંત માન સરકારે એક દિવસ પહેલા એટલે કે શનિવારે મૂઝવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો અને બીજા દિવસે જ આ ઘટના બની હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.