Western Times News

Latest News from Gujarat India

ભારતને ધ્રૂજાવી દેવાના નાપાક ઇરાદે અલકાયદાનાં અંદાજે ૪૦૦ આતંકીઓ સક્રિય થયા

પ્રતિકાત્મક

નવીદિલ્હી, યુનાઈટેડ નેશન્સે તેના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપી છે કે, AQISએ માર્ચ ૨૦૨૦ માં તેના મેગેઝિનનું નામ ‘નવા-એ-અફઘાન જેહાદ’ થી બદલીને ‘નવા-એ-ગઝવા-એ-હિંદ’ કરી દીધું છે. આ સૂચવે છે કે આતંકવાદી જૂથ ભારતમાં ગતિવિધિઓ વધારી રહ્યું છે.

યુએન સેક્શન્સ મોનિટરિંગ એન્ડ એનાલિસિસ ટીમના ૧૩મા રિપોર્ટ અનુસાર, AQIS અફઘાનિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. તેમાં ૧૮૦ થી ૪૦૦ આતંકવાદીઓ છે. તેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાનના નાગરિકો છે.

આ આતંકવાદી જૂથો ગઝની, હેલમંડ, કંદહાર, નિમરુજ, પક્તિકા, જાબુલ રાજ્યોમાં છે. ઓક્ટોબર ૨૦૧૫ માં કંદહારમાં યુએસ અને અફઘાનિસ્તાનના સંયુક્ત ઓપરેશન પછી, તેઓ નબળા પડ્યા, પરંતુ સમાપ્ત થયા નહીં.

મેગેઝીનના નામમાં ઉમેરાયેલ ગઝવા-એ-હિંદ ભારત પ્રત્યે આતંકવાદીઓ અને કટ્ટરપંથી જૂથોની આક્રમક વિચારસરણી દર્શાવે છે. ઇસ્લામિક કટ્ટરવાદી જૂથો માને છે કે ભારતીય ઉપખંડમાં મુસ્લિમો અને બિન-મુસ્લિમો વચ્ચે મોટું યુદ્ધ થશે.

આમાં મુસ્લિમો જીતી જશે અને સમગ્ર ઉપખંડ પર કબજાે કરશે. પાકિસ્તાનમાં મોટાભાગના આતંકવાદી નેતાઓ અને ધાર્મિક નેતાઓ ગઝવા-એ-હિંદને ટાંકીને ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલામાં મુસ્લિમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા રહે છે.

– ૨૦૧૯ માં, અલ-કાયદાના મુખ્ય આતંકવાદી અલ-ઝવાહિરીએ કાશ્મીરમાં જેહાદને ઉશ્કેરતું ભાષણ આપ્યું હતું. આ મેગેઝિન વારંવાર આનો ઉલ્લેખ કરે છે. – સપ્ટેમ્બર ૨૦૨૧માં ભારતમાંથી ૩,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તે અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યો હતો. તેને યુદ્ધનું એક સ્વરૂપ પણ માનવામાં આવી રહ્યું છે.

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ તેના અહેવાલમાં સંકેત આપ્યો છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલ-કાયદા વચ્ચે સંબંધ છે.  ૫ એપ્રિલના રોજ, અલ જવાહિરીએ ભારતમાં હિજાબને લગતા વિવાદ પર એક વિડિયો બહાર પાડ્યો, જેમાં એક ભારતીય મુસ્લિમ છોકરીને બહાદુર ગણાવી.

મુંબઈ હુમલાના ગુનેગાર હાફિઝ સઈદની આગેવાની હેઠળના લશ્કર-એ-તૈયબા અને મસૂર અઝહરના જૈશ-એ-મોહમ્મદ જેવા ઘણા પાકિસ્તાની આતંકવાદી જૂથોએ અફઘાનિસ્તાનમાં અડ્ડો બનાવ્યો છે.

તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદના સભ્યોના ધ્યાન પર લાવવા માટે યુએન વિશ્લેષણાત્મક સહાય અને પ્રતિબંધો મોનિટરિંગ જૂથનો ૧૩મો અહેવાલ કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લશ્કર અને જૈશ તાલિબાનની જેમ તેઓ પણ કટ્ટરપંથી ઈસ્લામના દેવબંદી જૂથમાંથી આવે છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના નાંગરહારમાં આઠ તાલીમ શિબિરો છે, જેમાંથી ત્રણ સીધા તાલિબાન દ્વારા નિયંત્રિત છે.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers