Western Times News

Latest News from Gujarat India

રાજપારડી ખાતે ખુલ્લા પ્લોટમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

પોલીસની રેઈડ જોઈને દારૂ રાખનાર ઈસમ નાશી છુટ્યો.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન નેત્રંગ રોડ પર આવેલ એક ખુલ્લા પ્લોટમાં વેચાણ માટે રાખેલ વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો.જ્યારે દારૂ રાખનાર ઈસમ અંધારાનો લાભ લઈને નાશી છુટ્યો હતો.

મળતી વિગતો મુજબ ગતરોજ રાજપારડી પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી મુજબ નેત્રંગ રોડ પરના એક ખુલ્લા પ્લોટમા છાપો મારતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી કુલ ૨૦ જેટલી બોટલો મળી આવી હતી.

પોલીસે આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો રુ.૫૨૦૦ નો જથ્થો કબ્જે લીધો હતો.જ્યારે પોલીસને જોઈને દારૂ રાખનાર ઈસમ અંધારાનો લાભ લઈને નાશી છુટ્યો હતો.પોલીસને આ ઈસમનું નામ વિજયભાઈ અંબુભાઈ વસાવા રહે.રાજપારડી હોવાની જાણ થઈ હતી.

રાજપારડી પોલીસે દારૂનો આ જથ્થો વેચાણ માટે રાખનાર વિજયભાઈ અંબુભાઈ વસાવા રહે.શ્રીજીનગર સોસાયટી નેત્રંગ રોડ રાજપારડી તા.ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર  કાર્યવાહી હાથધરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers