Western Times News

Latest News from Gujarat India

ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા કેરળમાં પહોંચ્યું

નવીદિલ્હી, આ વખતે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા કેરળમાં દસ્તક આપી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસમાં અરબી સમુદ્રના કેટલાક ભાગો, કેરળના બાકીના ભાગો, તમિલનાડુ, કર્ણાટકના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

આ વખતે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા કેરળમાં દસ્તક આપી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસમાં અરબી સમુદ્રના કેટલાક ભાગો, કેરળના બાકીના ભાગો, તમિલનાડુ, કર્ણાટકના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

દિલ્હી-એનસીઆર અને હરિયાણાના લોકોને હજુ ગરમીથી રાહત મળી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી અહીં વરસાદની કોઈ શક્યતા નથી.

જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે ૩૦ મેના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદ પડ્યો હતો. આટલું જ નહીં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન આવ્યું હતું.

વાવાઝોડાને કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ આશા નથી. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, ૩૧ મેથી ૪ જૂન સુધી દિલ્હી, હરિયાણા અને દ્ગઝ્રઇમાં વરસાદ નહીં પડે. એટલે કે દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળવાની નથી.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers