Western Times News

Latest News from Gujarat India

હાર્દિક પટેલ બીજી જૂને વિધિવત ભાજપ પક્ષમાં જાેડાઈ જશે

નેતાએ આ અંગે સત્તાવાર કોઈ સ્પષ્ટતા કરી નથી છતાં તેના વાણી-વર્તન પરથી તેના ભાજપમાં જાેડાવાની પૂરી શક્યતા જાેવાય છે

અમદાવાદ, કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે ૨ જૂનના રોજ ભાજપમાં જાેડાશે. કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જાેડાશે.અનેક અટકળો અને ગત સપ્તાહના હાર્દિકના એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુના ભાજપમાં જાેડાવાના સંકેત બાદ આજે મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ અંતે ૨જી જુનના રોજ કેસરિયો ધારણ કરશે.

પાટીદાર આંદોલનથી રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકાએ પહોંચનાર અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે અંતે જાહેર કર્યું છે કે પોતે કઈ રાજકીય પાર્ટીમાં જાેડાશે.રાજીનામાં બાદ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ક્યા પક્ષમાં જાેડાવું એ અંગે કોઈ ફોડ પડ્યો હતો નહી.

ગત સપ્તાહે એક ટીવી ચેનલની મુલાકાત દરમિયાન ૨૯ વર્ષીય રાજકીય નેતાએ સંકેત આપ્યો હતો કે પોતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાશે. જાેકે, આ અંગે ચેનલ તરફથી કે પટેલ નેતા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મળતી માહિતી અનુસાર હાર્દિકના ભાજપમાં પ્રવેશને લીલીઝંડી મળી ચૂકી છે અને ગુરૂવારે ભાજપમાં જાેડાશે.

ઈન્ટરવ્યુમાં હાર્દિકે ચૂંટણી લડવા માટેની પણ સહમતિ દર્શાવતા કહ્યું હતુ કે જાે ભાજપ નક્કી કરશે તો ચુટણી લડવા પણ તૈયાર છું. એવો પણ દાવો થઇ રહ્યો છે કે હાર્દિક આગામી દિવસોમાં સોમનાથથી ગુજરાતમાં એકતા યાત્રા શરુ કરે એવી શક્યતા છે. આ યાત્રા થકી તે સમગ્ર ગુજરાતમાં વિવિધ લોકોને સાથે જાેડવા માગી રહ્યો છે.

હાર્દિક પટેલે બીજી બે મહત્વની વાત કરી છે. એક, એણે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતમાં સરકારી નોકરીઓના પેપર લીક થાય છે તેની સામે રાજ્ય સરકારે ખાસ કાયદો ઘડવો જાેઈએ. બીજું એણે એવું નિવેદન આપ્યું હતું કે ૨૦૧૫માં અમદાવાદ ખાતે પોતાની અનામત આંદોલનની રેલી બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનોમાં સરકારી બસ અને અન્ય સ્થળોએ આગઝ્‌ની અને અન્ય તોડફોડ કે હુમલા માટે જે લોકો સામે કેસ થયા છે તે પરત ખેચવા જાેઈએ નહી.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ આ વર્ષના અંતે યોજાવાની છે ત્યારે પાટીદાર સમુદાયને કોઇપણ પ્રકારની નારાજગી હોય તે દૂર કરવા માટે સત્તાધારી ભાજપ તમામ પ્રયત્ન કરી રહ્યું છે.શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે એક હોસ્પિટલમાં ઉદ્‌ઘાટન માટે આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં પાટીદાર સમુદાયના શકિત પ્રદર્શન માટે તમામ કવાયત હાથ ધરવામાં આવી છે.

પ્રદેશ નેતાગીરી ગુજરાત રાજ્યમાં ખોડલધામ અને ઉમિયાધામના ટ્રસ્ટીઓ સાથે સંપર્કમાં છે અને બન્ને પાટીદાર સમુદાયના ટોચના અગ્રણીઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહે તે માટે તમામ પ્રયત્ન ચાલી રહ્યા છે.SS2KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers